વીજ કરંટે બે ભોગ લીધા, જંગલેશ્ર્વરમાં આધેડ અને કુબલીયાપરામાં યુવાનના મોતMay 16, 2019

  • વીજ કરંટે બે ભોગ લીધા, જંગલેશ્ર્વરમાં આધેડ અને કુબલીયાપરામાં યુવાનના મોત

રાજકોટ તા. 16
શહેરમાં વિજશોક લાગવાથી બે લોકોએ જીવ ગુમાવતા બંનેના પરિવારજનોના અરેરાટી વ્યાપી ગઇ છે. જંગલેશ્ર્વરમાં વીજલાઇનને અડી જતાં મુસ્લિમ આધેડનું મોત નીપજયું છે. જયારે કુબલીયાપરામાં લેમ્પ બદલવા જતાં યુવાનનું વીજ કરંટ લાગતા મોત નીપજયું છે.
જાણવા મળતી વિગત મુજબ જંગલેશ્ર્વરમાં એકતા સોસાયટી શેરી નં. 3માં રહેતા રફીકભાઇ ઇબ્રાહીમભાઇ જેઠવા (ઉ.વ.45) નામના મુસ્લિમ આધેડ આજે સવારે ઘર પાસે શેરીમાં ઉભા હતા ત્યારે વીજ લાઇનને અડકી જતાં તેમનું વીજ કરંટ લાગતા બેભાન થઇ ગયા હતાં. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુુ અહીં તેમનું મોત નીપજયું હતું.
પ્રાથમિક તપાસમાં રફીકભાઇ ત્રણ ભાઇ ત્રણ બહેનમાં મોટા અને કારખાનામાં મજુરી કામ કરતા હતા તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવથી પાંચ સંતાનોએ પીતાની છત્રછાયા ગુમાવી દેતા પરીવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જયારે બીજા બનાવમાં કુબલીયાપરા શેરી નં- 5માં રહેતો કરણ દેવશીભાઇ સોલંકી (ઉ.વ.25) નામનો દેવીપુજક યુવાન આજે સવારે પોતાના ઘેર લેમ્પ બદલવા જતા તેને વીજશોક લાગતા તેનું મોત નીપજયું હતું. મૃતક કરણ એકની એક બહેનનો એકનો એક ભાઇ હતો તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.