ગુંદાવાડીમાં જુગાર રમતા 9 વેપારીઓ ઝડપાયાMay 16, 2019

  • ગુંદાવાડીમાં જુગાર રમતા  9 વેપારીઓ ઝડપાયા


રાજકોટ તા.16
શહેરમાં દારૂ-જુગારના કેસો કરવા અંગે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ડીસીબી પીઆઇ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ બી ધાંધલ્યા અને તેમની ટીમે ગુંદાવાડીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી તીનપતિની ક્લ્બ ચલાવતા દિલીપ અશ્વિનભાઈ મહેતા, હિતેશ શાંતિલાલ રાણપરા, પ્રકાશ કાંતિલાલ ખીચડીયા, ભાવેશ નરોત્તમભાઇ પાટડીયા, પિન્ટુ રસિકભાઈ રાધનપુરા, રવિ રમેશભાઈ ફડેચા, જીગ્નેશ અરવિંદભાઈ રાણપુરા, ધર્મેશ દિનેશભાઇ આડેસરા અને રાજેશ કિશોરભાઈ વાગડિયાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ રોકડા 17,770 રૂપિયા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.