શિક્ષક અભિરૂચિ કસોટીનું 62.32 ટકા પરિણામ જાહેરMay 16, 2019

  • શિક્ષક અભિરૂચિ કસોટીનું 62.32 ટકા પરિણામ જાહેર

રાજકોટ તા.16
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તા.27/1/2019 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) પરીક્ષાનું આજે પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. 17 વિષયમાં લેવાયેલી પરીક્ષાનું કુલ 62.32 ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરીણામમાં કોમ્પ્યુટરનું 47.37 ટકા, ડ્રોઇંગનું 34.23 ટકા, ઇંગ્લીશ 61.83 ટકા, ગૃહ જીવન વિદ્યા 64.89, ગુજરાતી 63.09, હિન્દી 54.04, કૃષિવિદ્યા 41.89, મરાઠી 73.91, મ્યુઝીક 54.6, પશુપાલન 70, શારીરીક શિક્ષણ 48.74, સંસ્કૃત 42.19, વિજ્ઞાન અને પર્યાવરણ 70.74, એસએસ 73.43, ઉર્દુનું 56.25 ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યું છે.
ટાટનું પરીણામ જાહેર કરવા માટે શિક્ષકો દ્વારા અગાઉ બે વખત રજુઆત કરવામાં આવી હતી પરંતુ ચૂંટણીની આચારસંહિતા હોય પરીણામ જાહેર કરાયું નહતું પરંતુ શિક્ષકોની માગણીને અનુસંધાને શિક્ષણ બોર્ડ દ્વારા ચૂંટણીપંચની પરવાનગી માગવામાં આવી હતી અને આજે પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું.
ટાટ (માધ્યમીક)ના ગુજરાત માધ્યમનું પરીણામ અને ઓએમઆર સીટ તથા ફાઇનલ આન્સર કીટ આજે બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે.
2019 માં રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમ્યાન જામનગર પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ થતા 3 સીટ અને વડોદરા કેન્દ્ર ઉપર ગેરરીતિનો એક કેસ થતા પરીણામ સ્થગીત કરવામાં આવ્યા છે. જે ઉમેદવાર પોતાની ઓએમઆર સીટની પુન: ચકાસણી કરવા માગતા હોય તે તા.20/5 સુધીમાં રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે, સેકટર 21 ગાંધીનગર ખાતે રૂબરૂ ચકાસણી કરાવી શકશે.