પારડી પાસે બે સાઢુભાઈ ઉપર અજાણ્યા શખ્સોનો ધોકા-છરીથી હુમલોMay 16, 2019

  • પારડી પાસે બે સાઢુભાઈ ઉપર અજાણ્યા શખ્સોનો ધોકા-છરીથી હુમલો
  • પારડી પાસે બે સાઢુભાઈ ઉપર અજાણ્યા શખ્સોનો ધોકા-છરીથી હુમલો

રાજકોટ તા.16
રાજકોટ ગોંડલ હાઇવે ઉપર પારડી પાસે ધોરાજી પત્નીને મૂકી પરત આવતા બંને સાઢુભાઈની રીક્ષા પલ્ટી ખાઈ જતા અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને ધોકા-છરીથી માર મારી નાસી જતા બંનેને હોસ્પિટલે ખસેડાયા હતા.
રાજકોટના ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતો કિશાન ખમીશા રાઠોડ નામનો મારવાડી યુવાન તેના સાઢુભાઈ સાવંત શોકીન રાઠોડ સાથે ગત રાત્રે રિક્ષામાં બેસી રાજકોટ તરફ આવી રહ્યા હતા ત્યારે પારડી ગામ નજીક રીક્ષા પલ્ટી ખાઈ જતા અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને છરી, ધોકાથી માર મારી નાસી છૂટ્યા હતા બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના બિછાનેથી સાવંત નામના મારવાડી યુવકે જણાવ્યું હતું કે તેની પત્નીને ધોરાજી માવતરે જવું હોય સાઢુ કિશનને પણ સાથે લઇ ગયા હતા તેણીને મૂકી પરત આવતી વેળાએ આ ઘટના ઘટી હતી.
માર મારનાર કોણ તે જાણવા મળ્યું નથી આ અંગે જિલ્લા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.