ભાદર ડૂકયો, હવે પીવા માટે નર્મદાનીર એકમાત્ર વિકલ્પMay 16, 2019

  •  ભાદર ડૂકયો, હવે પીવા માટે નર્મદાનીર એકમાત્ર વિકલ્પ

રાજકોટ તા,16
રાજકોટ શહેરને પીવાના પાણીની દરરોજની 277 એમએલડી જરૂરિયાતને પહોંચી વડવા માટે મહાનગરપાલિકા દ્વારા સૌની યોજના અંતર્ગત 100 તથા બેડી ખાતે 46 નર્મદાનીર અને ભાદરડેમમાંથી 40 એમએલડી સહિત પાણી ઉપાડી વિતરણ કરવામાં આવેલ છે પરંતુ ભાદર ડેમ ડુકી જતા હાલ ફકત 10 એમએલડી પાણી ઉપાડાતા બેડી ફિલ્ટર પ્લાન્ટ ખાતે વધુ 25 એમએલડી નર્મદાનીર ઠલવવામાં આવ્યા છે.
રાજકોટમાં વસતા 3.37 લાખ પરિવારોને દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરવા માટે 310 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. જે પૈકી લાઈન લોસ અને લિકેજ બાદ કરતા દરરોજ 277 એમએલડી પાણીનું વિતરણ થઈ રહ્યું છે હાલ આજી અને ન્યારીમાંથી 100 એમએલડી પાણી સૌની યોજનામાંથી અને રૈયાધાર તેમજ બેડી ખાતેથી 70 એમએલડી પાણી અને ભાદર ડેમમાંથી 40 એમએલડી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે પરંતુ ભાદર ડેમની સપાટી ડેડ લેવલે આવી જતા હાલ 10 એમએલડી પાણી ઉપાડવામાં આવતા બેડી ફિલ્ટર પ્લાન્ટ ખાતે વધુ 25 એમએલડી નર્મદાનીર ઠલવવામાં આવી રહ્યા છે. જેના કારણે ગુરુકુળ અને જ્યુબેલી ઝોન હેઠળના વિસ્તારોમાં સમયસર પાણીનું વિતરણ શક્ય બન્યું છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ કે રાજકોટમાં પીવાના પાણીની કોઈ જ સમસ્યા નથી. મનપા દ્વારા સંકલન સાધી પાણીની હેરફેર કરીને પણ સમયસર પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભાદરમાંથી પાણી મડતુ બંધ થતાં રાજ્ય સરકાર પાસે વધુ 25 એમએલડી નર્મદાનીર પાઈપલાઈન મારફતે મંગાતા 3 દિવસથી બેડી ફિલ્ટર પ્લાન ખાતે વધુ 25 એમએલડી નર્મદાનીર મડવા લાગ્યા છે પરંતુ ભાદર ડેમનું પાણી સાવ બંધ થઈ ગયા બાદ ગુરુકુળ અને જુબેલી ઝોન હેઠળ આવતા વિસ્તારોના પાંચ વોર્ડમાં વિતરણ વ્યવસ્થામાં ફેરફાર થવાની સંભાવના ઉભી થઈ છે.
શહેરને મુખ્યત્ત્વે આજી - 1માંથી અને ન્યારીડેમમાંથી પીવાનું પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. હાલ તો સૌની યોજના અંતર્ગત બન્ને ડેમમાં વિનામૂલ્યે નર્મદાનીર ઠલવવામાં આવી રહ્યા છે. જ્યારે ઢાકી ખાતેથી આવતા નર્મદાનીરનો ચાર્જ ચુકવવામાં આવે છે ત્યારે રૈયાધાર અને બેડી ખાતે આવતા અંદાજીત 100 એમએલડી નર્મદાનીરનો ચાર્જ રાજ્યસરકારને ચુકવવાનો રહેશે. પરિણામે રાજકોટને પાણી પુરુ પાડવા મનપાએ વધુ એક વખત 25 એમએલડી મોંઘા ભાવનું પાણી ખરીદવાની ફરજ પડી છે. હાલ 18 વોર્ડમાં 20 મિનિટ પીવાનું પાણી વિતરણ કરવા માટે 277 એમએલડી પાણીની જરૂરિયાત પૂર્ણ થઈ રહી છે. આથી ભવિષ્યમાં શહેરમાં પાણીકાંપની સમસ્યા ઉભી નહીં
થાય તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. ભાદર ડેમમાંથી રાજકોટ શહેરને દરરોજ 40 એમએલડી પાણી મડી રહ્યુ હતું પરંતુ ડેમ ડુકી જતા હાલ 10 એમએલડી પાણી મડતા મનપાને ના છુટકે ઢાકી ખાતેથી પાઈપલાઈન મારફતે વધુ 25 એમએલડી નર્મદાનીર ઉપાડવાની ફરજ પડી છે આથી દરરોજ 30 લાખ લિટર મોંઘા ભાવનું પાણી મહાનગરપાલિકા દ્વારા ખરીદ કરી ઘરે ઘરે વિતરણ કરવામાં આવશે. કારણ કે સૌની યોજના થકી મળતા નર્મદા નીર વિનામૂલ્યે મળી રહ્યા છે જ્યારે ઢાકી ખાતેથી પાઈપલાઈન મારફત મળતા નર્મદાનીરનું ચાર્જ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યો છે આથી મ્યુનિસિપલ કમિશનરે શહેરીજનોને પાણીનું મુલ્ય સમજવા અપીલ કરી છે.