મિલપરા - 7માં ખોદવામાં આવેલા ખાડામાં બે ભાઇઓ ખાબકતા ફેકચરMay 16, 2019

રાજકોટ : મીલપરા- 7માં સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટસ પાસે બે મસમોટા ખાડાઓ કોઇ આડશો વગર બે શેરીનાં કોર્નર પર છે જેથી બે નાગરીકો અંદર ખાબકતા ફેકચર થઇ ગયેલ છે. તેઓ દ્વારા ફરીયાદ નં. 19065442 અને 43 થી ફરીયાદ કરી છે મીલપરા-6માં પાણી દુર્ગંધયુકત કેમીકલ વાળું આવે છે મીલપરા- 7માં ફોર્સ આવતો નથી કારણકે આ ખાડામાં નવો વાલ્વ 30 દિવસથી લીકેજ છે પાણીનો સતત વેડફાટ થાય છે આ ગંભીર ફરીયાદને પગલે આજે સવારે 7.30 કલાકે સીટી ઇજનેર કામલીયા અને ડે.ઇજનેર વસાવાને કોંગ્રેસ પ્રવકતા ઝાલાએ 48 દિવસથી રહેલાં આ ખાડાઓ યોગ્ય કરવા તાકીદ કરી છે અને તેમ છતાં આ બંને ખાડાઓ બુરવામાં નહીં આવે તો મીલપરાના રહેવાસીઓને સાથે રાખી કોંગ્રેસ દ્વારા બંને ખાડાઓ બુરી દેવા. જેની મનપાતંત્ર ધ્યાને લઇ તેમ ગજેન્દ્રસિંહ
અને માણસુરભાઇએ અંતમાં જણાવેલ છે.