ચેક રિટર્ન કેસમાં કિચનવેરના ધંધાર્થીને અદાલતનું તેડુંMay 16, 2019

ક્ષ કિચનવેરના માલની ખરીદી કરી પેમેન્ટ ચુકવવા આપેલા ત્રણેય ચેકો પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરી
રાજકોટ તા,16
કિચનવેરના માલની ખરીદી કરી બાકી પેમેન્ટ ચુકવવા આપેલા રૂા.1પ.84 લાખના ત્રણ ચેકો પરત ફરતા અદાલતમાં ફરિયાદ થતાં કોર્ટે કિચનવેરના ધંધાથી સામે સમન્સ ઈશ્યુ કરી અદાલતમાં હાજર થવા ફરમાન કર્યું છે.
આ કેસની વિગત મુજબ કોઠારિયા વિસ્તારમાં ગોપનાથ ઈન્ડસ્ટ્રીઝ, શેરી નં.1 ખાતે પરમેશ્ર્વર એન્ટરપ્રાઈઝ નામથી વિજયભાઈ રવજીભાઈ રાદડિયા પ્રોપરાઈટર દરજ્જે અલગ અલગ પ્રકારની કિચનવેરની વસ્તુઓ બનાવવાનો ધંધો કરે છે. જ્યારે આ કામના આરોપીઓ તેજસ ભુપેન્દ્રભાઈ કોટક તથા સેજલબેન અશ્ર્વીનભાઈ રાયઠઠા ‘એનીકસ ઈકઝીમ પ્રા.લી.’ના નામથી ઓફિસ નં.202, ક્રિસ્ટલ કોમર્શીયલ કોમ્પલેક્ષ, કે.કે.વી. હોલ ચોક, રાજકોટ ખાતે પાર્ટનર દરજજે ધંધો કરે છે. ફરિયાદી પાસેથી આ કામના આરોપીઓએ ‘એનીકસ ઈકઝીમ પ્રા.લી.’ના નામથી કિચનવેરના માલની ખરીદી કરેલી. જે માલનું બાકી નીકળતુ પેમેન્ટ રૂા.15,84,980 ચુકવવા માટે તેઓએ કુલ ત્રણ ચેક આપેલા. જે ત્રણેય ચેક પરત ફરતા ફરિયાદીએ આરોપીઓ અને કંપનીને ચેક મુજબની રકમ ચુકવી આપવાની નોટિસ મોકલાવેલી આમ છતા આ કામના આરોપીઓએ રકમ ન ચુકવતા ફરિયાદીએ તેમના વકીલ અતુલ સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઈન્ટ્રુમેન્ટ એકટની કલમ 138 તથા 141 હેઠળ કંપની તથા બન્ને પાર્ટનરો ઉપર ફરિયાદ દાખલ કરતા રાજકોટના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે ‘એનીકસ ઈકઝીમ પ્રા.લી.’ના પાર્ટનરો તેજસભાઈ ભુપેન્દ્રભાઈ કોટક તથા સેજલબેન અશ્ર્વીનભાઈ રાયઠઠાના સમન્સ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલો છે.
આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ અતુલ ફળદુ રોકાયા હતા.