પ્રદ્યુમનપાર્કના 2 સફેદ વાઘ અને 5 સિંહ-સિંહણ અન્ય ઝૂના બનશે મહેમાનMay 16, 2019

  • પ્રદ્યુમનપાર્કના 2 સફેદ વાઘ અને 5 સિંહ-સિંહણ અન્ય ઝૂના બનશે મહેમાન

ક્ષ મુંબઈ, મૈસુર અને છતબીર પંજાબના ઝુને પ્રાણીઓ અપાશે
ક્ષ સફેદ મોર, પેરોટ, વરુ, રીંછ, ઝીબ્રા સહિતના
23 પ્રાણી અને પક્ષીઓ પ્રદ્યુમનપાર્કમાં આવશે
રાજકોટ તા,16
એનિમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ રાજકોટ મનપા સંચાલિત પ્રદ્યુમનપાર્કમાંથી 4 સિંહ, સિંહણ અને બે સફેદ વાઘ મુંબઈ, મૈસુર અને પંજાબના છતબીર પ્રાણી સંગ્રાલય ખાતે મોકલવામાં આવશે. જ્યારે તેના બદલામાં 23 પ્રાણીઓ અને પક્ષીઓ પ્રદ્યુમન ઝુ ખાતે લાવવામાં આવશે.
રાજકોટના પ્રાણી સંગ્રાહલય પ્રદ્યુમનપાર્કમાંથી મુંબઈના વીરમાતા જીજાભાઈ ભોંસલે ઉદ્યાન ખાતે એક સિંહ અને એક સિંહણ મોકલી બદલામાં બે ઝીબ્રા, કોકટેઈલ ગ્રે 2, કોકટેઈલ વ્હાઈટ 1, નાઈટ એરોન 2, હોર્નબીલ 1 લઈ આવવામાં આવશે. તેવી જ રીતે મૈસુર ખાતે આવેલ ચમારાજેન્દ્ર ઝુલોજીકલ ગાર્ડન ઝુ ખાતે એક સફેદ વાઘ અને એક સિંહ મોકલવામાં આવશે. તેના બદલામાં સારસ કેન 1, ચૌશિલા (ફોર હોર્ન એન્ટીલોપ) 1, સફેદ મોર 1, સ્કારલેટ આઈબીસ 1, બ્લોક સ્વાન 2, ઈકલેકટસ પેરોટ 1, આફ્રીકન ગ્રે પેરોટ 1, વાઘ (રોયલ બેંગાલ ટાઈગર) 1, વરુ ( ગ્રે ઈન્ડિયન વુલ્ફ) 1, યેલ્લોવ ગોલ્ડન ફિઝન્ટ 1 પ્રદ્યુમન પાર્કમાં લઈ આવવામાં આવશે.
રાજકોટ ઝુ માંથી 1 સફેદ વાઘ, 1 સિંહ અને 1 જંગલી બિલાડી પંજાબના છતબીર ખાતે આવેલા એમ.સી.ઝુલોજીકલ પાર્કમાં મોકલવામાં આવશે. બદલામાં હિમાલયન રીંછ 1, જંગલ કેટ 1, હમદ્રયાસ બબુન 1, રોઝ રીંગ પેરાકીટ 3, એલેઝાન્ડ્રીન પેરાકીટ 2, પેઈન્ટેડ સ્ટ્રોક 1, કોમ્બ ડક 2, ઝિબ્રા ફિન્ચ 1 સહિતના પક્ષી, પ્રાણીઓ પ્રદ્યુમનપાર્કમાં લાવવામાં આવશે. જેથી આગામી દિવસોમાં પ્રદ્યુમનપાર્કમાં વધુ 23 પક્ષી-પ્રાણીનો વધારો થશે.