ક્રિકેટના સટ્ટાનું એપી સેન્ટર બન્યું મુંબઇMay 16, 2019

  • ક્રિકેટના સટ્ટાનું એપી સેન્ટર બન્યું મુંબઇ

ક્ષ ઈશાન્ય દિશાના રાજયથી ‘કસીનો’ને ઓનલાઈન રમવાનું લાઈસન્સ મળતાં
સટ્ટાબજાર ધમધમ્યું
મુંબઇ તા.16
ક્રિકેટ પર રમાતા સટ્ટાને રોકવા માટે દેશની વિવિધ ઇનવેસ્ટિગેશન એજન્સીએ તમામ પ્રયોગો કર્યા છતાં પણ જુગારીઓ કાયદાની સાંકળમાં અટવાતા નથી. તેમાંથી બહાર નીકળવા માટે દરેક વાર નવા રસ્તાઓ શોધી લેતા હોય છે. તાજેતરમાં જાણવા મળ્યું હતું કે દેશભરમાં ક્રિકેટ બુકી કસીનોના લાઇસન્સ પર ક્રિકેટ પર સટ્ટો રમાઇ રહ્યો છે.
બાંદ્રા ક્રાઇમ બ્રાન્ચે બે જુગારીઓને જુહુની એક હોટેલમાં ધરપકડ કર્યા બાદ ક્રિકેટ પર રમાતા સટ્ટાનું કનેક્શન પાછલા પખવાડિયે જ સામે આવ્યું હતું. તેમાંથી એક જુગારીનો બ્રિટિશ પાસપોર્ટ છે. બંને આરોપીઓ સાથે પૂછપરછ કરવામાં આવતાં આ માહિતી મળી હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર આ તમામ બુકીઝ દેશના ઇશાન્ય દિશાના એક રાજ્યથી કસીનોને ઓનલાઇન રમવાનું લાઇસન્સ મળ્યું હતું. તે માટે તેમણે અમુક એપ્લિકેશન પણ બનાવ્યા છે. તેમાં ખાસ પ્રકારનું સોફ્ટવેર બનાવીને ક્રિકેટ પર સટ્ટો રમવામાં આવી રહ્યો હોવાનું જણાયું હતું. આંતરરાષ્ટ્રીય જુગારીઓના નફા નુકસાનની રકમ વિદેશના કોઇ બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તાજેતરમાં આઇપીએલની ફાઇનલ મેચ પર રમાયેલા સટ્ટામાં હૈદરાબાદના એક યુવકે 50,000 કરોડ રૂપિયા જીત્યા હતા. આ રકમને વિદેશી બેન્કમાં ઓનલાઇન પદ્ધતિથી ટ્રાન્સફર કરવામાં આવે તેવું જાણવા મળ્યું હતું.