ઇરાન પર આક્રમણની USની તૈયારીMay 16, 2019

  • ઇરાન પર આક્રમણની USની તૈયારી

ક્ષ જો ઇરાન પર અમેરિકા આક્રમણ કરશે તો ભારતમાં ‘ઇંધણ’ ભડકે બળશે: ભારતને ઓઇલ સપ્લાય કરતા ત્રીજા મોટા દેશ પર ખતરો
નવી દિલ્હી તા.16
અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. ડોનાલ્ડ ટ્રંપની સરકાર જે પ્રકારે નિર્ણય લઇ રહી છે તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકા ઇરાન પર યુદ્ધ માટે ચઢાઇ કરી શકે છે. જોકે સાઉદી અરબ તેલના ટેન્કરો પર હુમલો થયો છે. સાઉદી અરબ દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ના વોટર બેલ્ટમાં 2 ઓઇલ ટેન્કરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા, જેનાથી ખૂબ નુકસાન થયું. આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પોતાની મોસ્કોની પ્રસ્તાવિત યાત્રા રદ કરી દીધી અને ઇરાન પર યૂરોપીય અધિકારીઓ સાથે ચર્ચા માટે બ્રસેલ્સ ગયા છે. અમેરિકાને પુરી શંકા છે કે આ હરકત ઇરાને કરી છે. જોકે ઇરાન સરકાર આ હુમલાથી સતત હુમલાથી મનાઇ કરી રહી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવથી પ્રભાવિત ભારતમાં પેટ્રોલિયમ પદાર્થોના વધવાના સંકેત છે.
ભારતને ઓઇલ સપ્લાઇ કરનાર ઇરાન ત્રીજો મોટો દેશ છે. ચીન બાદ ભારત ઇરાન પાસેથી ઓઇલ ખરીદનાર બીજો મોટો દેશ છે. ભારત ઓઇલની જરૂરિયાતોને પુરી કરવા માટે 80 ટકા ઇરાન પર નિર્ભર કરે છે. અમેરિકા સાથે સારા સંબંધ હોવાથી ભારત-ઇરાનના સંબંધો પર અસર પડી શકે છે. અમેરિકા સતત દબાણ બનાવી
રહ્યું છે કે ભારત ઇરાન પાસેથી તેલ ન ખરીદે.
જોકે અમેરિકાએ આશ્વાસન આપ્યું છે કે તે ભારતમાં ઓઇલની સપ્લાઇ સાઉદી અરબ પાસેથી પુરી કરાવશે. જાણકારોનું માનીએ તો અમેરિકાના દબાણમાં ઇરાન પાસેથી ઓઇલ સપ્લાઇમાં અડચણો થતાં સાઉદી અરબ
અને યૂએઇ ઓઇલના ભાવ વધારી શકે છે.
સાઉદીના ઓઇલ ટેન્કરોને નુકસાન પહોંચ્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે અમે લોકો જોઇ રહ્યા છીએ કે ઇરાન સાથે શું થાય છે. જો તે (ઇરાન) કંઇક કરે તો તેમની મોટી ભૂલ હશે.