જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ દ્વારા નિ:શુલ્ક છાસ વિતરણ કરાયુ May 16, 2019

  • જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ દ્વારા નિ:શુલ્ક છાસ વિતરણ કરાયુ


રાજકોટ,તા.16
ટાટા મોટર્સ ડીલર જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ, કિશાન પેટ્રોલ પંપ, રાજકોટ- ગોંડલ હાઇવે, રાજકોટ 3એસ કોસર્શિયલ તથા પરફેકટ ઓટો, હોટલ ક્રિષ્ના પાર્ક પાસે, રાજકોટ - ગોંડલ હાઇવે ખાતે ડીલરશીપ ધરાવે છે.
ખાસ કરીએ હાલમાં સુર્યદેવ આકરો તાપ વરસાવી રહ્યા છે ત્યારે ઉનાળાનું અમીરસ ગણાતી છાસ વિતરણને જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ પોતાની સામાજીક જવાબદારી ગણીને ટાટાની ચાર કોમર્શિયલ ગાડીમાં ગત શનિવારનાં રોજ રાજકોટ વિવિધ માર્ગો જેમ કે મવડી ચોકડી, ગોંયલ ચોકડી હોસ્પિટલ ચોક, ત્રિકોણ બાગ, બસ સ્ટેશન, કુવાડવા પોલીસ સ્ટેશન, માધાપર ચોકડી, રૈયા ચોકડી, કેકેવી ચોક, મેંગો માર્કેટ ખાતે ફરજ બજાવતા પોલીસ ફોર્સ તથા રાહદારીઓ માટે નિ: શુલ્ક છાસ વિતરણ કરવામાં આવેલ હતું. જેનો લાભ બહોળા પ્રમાણમાં લેવાયેલ હતો. જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ દ્વારા રાજકોટનાં સામાજીક સંસ્થાઓ ધોમધખતા તાપમાં નિ:શુલ્ક છાસ વિતરણ કરવા અપીલ કરવામાં આવે છે.