યાજ્ઞિક રોડ ઉપર રવિવારે સંતુષ્ટી શેઇકનો પ્રારંભMay 16, 2019

  • યાજ્ઞિક રોડ ઉપર રવિવારે સંતુષ્ટી શેઇકનો પ્રારંભ

રાજકોટ તા.16
2008માં સુનીલભાઇએ જે ભૂમિ પરથી સંતુષ્ટી થકી પોતાની કારકીર્દીની શરૂઆત કરી, રાજકોટની સ્વાદરસિક જનતાને અવનવા શેક પીરસી દુનિયામાં નામના મેળવી તે જ સ્થળ એટલે કે ડો.યાજ્ઞિક રોડ પરની જાગનાથ પોલીસ ચોકીની સામે કરી એકવાર રાજકોટની જનતાના પ્રેમ, હુંફ અને સમર્થનનું ઋણ ચુકવવા માટે આગામી તા.19 મી મે ને રવિવારના રોજ સંતુષ્ટી શેઇક પ્રા.લી.નો આઉટલેટ શુભારંભ થવા જઇ રહ્યો છે. કંપનીના સ્થાપક સુનીલભાઇએ જણાવ્યું હતું કે કંપની 26થી વધુ અવનવી પ્રોડકટસ પીરસશે.
ગુજરાતમાં 22 આઉટલેટ ધરાવતું સંતુષ્ટી આગામી બે વર્ષની અંદર ગુજરાતમાં 90 થી વધુ અને ભારતભરમાં 200 થી વધુ આઉટલેટ ખોલવા જઇ રહ્યું છે. તાજેતરમાં અક્ષય તૃતીયાના દિવસે ભાવનગર ખાતે વાઘાવાડી વિસ્તારમાં સંતુષ્ટીના નવા આઉટલેટનો પ્રારંભ કરાયો. નોંધનીય છે કે સંતુષ્ટીની ભારે લોકપ્રિયતા અને ઉચ્ચ ગુણવતાને લીધે પ્રથમ દિવસે જ 4000 થી વધુ ભાવનગરના રહીશોએ સંતુષ્ટીની રેકોર્ડ બ્રેક મુલાકાત લઇ અવનવી વાનગીઓનો સ્વાદ માણ્યો.
સુનીલભાઇએ સંતુષ્ટીનો ગુજરાતની બહાર ડેઝર્ટીનો એ વેન્ચર ઓફ સંતુષ્ટીના નામથી મુંબઇ ખાતે શુભારંભ કર્યો છે. મેકીંગ લાઇફ સ્વીટરના સૂત્ર સાથે ડેઝર્ટીનો ભારતભરમાં છવાઇ જશે. સુનીલભાઇને પોતાની પ્રોડકટસના સ્વાદ અને ગુણવત્તા પર એટલો ભરોસો છે કે તેઓએ ડેઝર્ટીનો મુંબઇ ખાતે પસંદ ન આવે, તો પૈસા પરતની ખુલ્લી ચેલેન્જ મુકી હતી પરંતુ એકપણ ગ્રાહક સંતુષ્ટી વગર જઇ નથી શકયો અને પૈસા પરત માગવાની જગ્યા પર તેઓ ડેઝર્ટીનોથી એટલા તો ખુશ થયા હતા કે ઝોમેટો ઉપર મુંબઇનું સૌથી ઉંચુ રેટીંગ એટલે કે 4.9/5 આપી અનહદ પ્રેમ વરસાવ્યો. આગામી દિવસોમાં ડેઝર્ટીનોના મુંબઇ ખાતે 7પ, પૂણેમાં 23, દિલ્હીમાં 25, જયપુરમાં 10, કોલકતામાં 12, બેંગ્લોરમાં 18, હૈદ્રાબાદમાં 23, લુધીયાણામાં 18, ઇંદોરમાં 10 એમ કુલ ભારતમાં 200 થી વધુ આઉટલેટ શરૂ કરવા જઇ રહ્યું છે. એટલું જ નહીં દુબઇ, અમેરીકામાં ન્યુજર્સી, ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન અને કેનેડામાં કેલગરી જેવા અનેક સ્થળો ખાતે સંતુષ્ટીના ડેઝર્ટીનોના આંતરરાષ્ટ્રીય આઉટલેટ શરૂ કરી સુનીલભાઇ રાજકોટને વિશ્ર્વ ફલક પર પ્રસિધ્ધ કરવાના છે, જે રાજકોટવાસીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત બની રહેવા પામી છે અને હજુ પણ ફુડ ઇન્ડસ્ટ્રીના લોકો સંતુષ્ટી સાથે જોડવા માટે સુનીલભાઇનો સતત સંપર્ક કરી રહ્યા છે. સુનીલભાઇની સંતુષ્ટી તેમના અથાક પ્રયત્નો અને કોઠાસૂઝને કારણે ઇટલીની 150 વર્ષ જુની વિશ્ર્વ પ્રસિધ્ધ ડેરી ચેરી સાથે કોલાબરેશન કરનાર ભારત વર્ષની પ્રથમ કંપની બની છે. ચેરીની સાથે મળીને સંતુષ્ટીએ 100 ટકા નેચરલ ગ્રીક યોગર્ટ પ્રોડકટ પાંચ અલગ-અલગ ફલેવરમાં લોન્ચ કરી છે, જેને અભૂતપૂર્વ લોકચાહના અને સરાહના મળી રહી છે તેમજ તમામ આઉટલેટમાં એક સમાન સ્વાદ જળવાઇ રહે તે માટે સંતુષ્ટી અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીની મદદથી તમામ કોન્સનટ્રેટસ પોતાને ત્યાં જ બનાવતી ભારતની એક માત્ર કંપની છે. ઓટોમેટીક પ્લાન્ટસ, આધુનિક પદ્ધતિ, ઇમ્પોર્ટેડ મશીન્સની મદદથી બરોડા ખાતે 70 થી 80 હજાર સ્કવેર ફુટમાં ફેકટરી સ્થાપી સંતુષ્ટી ગુજરાતમાં શરૂ થયેલી દેશની મોટામાં મોટી ડેરી પ્રોડકટસ કંપની બનવાની દિશામાં આગળ વધી રહી છે.
સુનીલભાઇની સંતુષ્ટીનું ફ્રેન્ચાઇઝી મોડેલ પણ સફળતાની નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુનીલભાઇના સતત સાથ અને માર્ગદર્શનને લીધે સંતુષ્ટી દ્વારા અપાયેલ તમામ ફ્રેન્ચાઇઝી સફળતાપૂર્વક કાર્યરત છે. જેનાથી તેમના સંચાલકો શ્રેષ્ઠ સીઇઓ બન્યા છે.આ પત્રકાર પરીષદનું સંચાલન રીઝલ્ટ એડવર્ટાઈઝીંગના ડીરેકટર જીતુભાઇ કોઠારી અને વ્યવસ્થા રીઝલ્ટ એડવર્ટાઈઝીંગના ડીરેકટર મેહુલભાઇ દામાણીએ સંભાળેલ હતી.