વિરાણી હાઈસ્કૂલનું ધો.12 સાયન્સનું 82.35 ટકા પરિણામMay 16, 2019

રાજકોટ તા,16
રાજકોટની પ્રતિષ્ઠિત 1946થી કાર્યત વિરાણી હાઈસ્કૂલે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ઉજ્જવળ પરિણામની પરંપરા જાળવી રાખી છે. બોર્ડનું પરિણામ 71.90% આવ્યું છે ત્યારે વિરાણી હાઈસ્કૂલનું પરિણામ 82.35% આવ્યું છે.
સમગ્ર રાજકોટ જિલ્લામાં માત્ર 20 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ આવેલ છે. ત્યારે વિરાણી હાઈસ્ૂલના બારડ ભાવિકે એ-1 પ્રાપ્ત કરી ગુજકેટમાં 99.79 તથા બોર્ડમાં 99.67 પી.આર. સાથે સ્કૂલ ફર્સ્ટ તથા જેઈઈની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવી આઈ.ટી. ફિલ્ડમાં જવાનું તેનું સ્વપ્ન સાકાર કર્યું છે. આ ઉપરાંત તાવિયા રવિ 97.24, ઉનાગર સાગર 97.19 (મેથ્સ-97), પંચાલ મોહિત 97.17, ગોસ્વામી અભયપરી 96.55, ગરાચ કરણ 95.97, પંજવાણી સુજાન 94.26, બેરાણી જયેશ 92.73, અમેઠિયા ગૌરાંગ 90.65 અને ઘુલિયા ધર્મિત 90.24 પી.આર. સાથે ઉતિર્ણ થઈ શાળાનું તથા કુટુંબનું ગૌરવ વધાર્યું છે. અત્રે નોંધનીય છે કે વિરાણી હાઈસ્કૂલ ગ્રાન્ટેડ શાળા હોવાથી માત્ર નજીવી ફી મા આટલુ સારુ પરિણામ આપી રહી છે. ગત વર્ષે પણ શાળાના ચાર વિદ્યાર્થીઓએ એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવેલ છે. શાળાના નીટ, જેઈઈ તથા ગુજકેટની તૈયારી સમાજ કલ્યાણના સહયોગથી કરાવવામાં આવે છે. શાળાના શ્રેષ્ઠ પરિણામ બદલ ટ્રસ્ટના પ્રમખ જયંતભાઈ દેસાઈ તથા ટ્રસ્ટી વિરાણીએ આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયા, શિક્ષકો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.