સેલસ હોસ્પિટલ દ્વારા મેગા સર્જીકલ કેમ્પનું આયોજનMay 16, 2019

  • સેલસ હોસ્પિટલ દ્વારા મેગા સર્જીકલ કેમ્પનું આયોજન

રાજકોટ,તા.16
‘દર્દી નારાયણ’ ના સુત્રને સાર્થક કરતા મેગા સર્જીકલ કેમ્પનું સળંગ એક મહિના માટે શહેરની સેલસ હોસ્પીટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તા. 20.05 થી 20.6 સુધી આ સર્જીકલ કેમ્પમાં વિવિધ રોગોના ઓપરેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અંગે સેલસ હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટર ડો. ધવલ ગોધાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. 20 મે થી 20 જુન સુધી મેગા સર્જીકલ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં સ્ત્રી રોગ જેવાકે ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળુ તેમજ ટાંકા વગરનું દુરબીનથી ઓપરેશન તથા અંડાશયની ગાંઠનું ટાંકાવાળુ અને ટાંકા વગરનું દુરબીનથી ઓપરેશન કરાશે.
આ ઉપરાંત ખાસ કરીને સારણ ગાંઠ, વધરાવર, એપેન્ડિક્સ, પિત્તાશયની કોથળી, પેશાબમાં પથરી, સ્તનમાં ગાંઠ, ડાયાબિટીક ફૂટ, સુન્નત, હરસ-મસા-ભગંદર, નાની મોટી રસોડી-ગાંઠ અને થાઇરોઇડની ગાંઠ જેવા જટીલ રોગોના ઓપરેશન એકદમ રાહત દરે કરવામાં આવશે જેમાં દર્દીઓ માટે ઓપીડી તદ્દન વિનામુલ્યે રહેશે. આ તમામ ઓપરેશન સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર સ્ટ્રાઇકર લેપ્રોસ્કોપિક 1588 એઇમ્સ ટેક્નોલોજી વાળા અત્યાધુનિક મશીનથી કરાશે. મેગા સર્જીકલ કેમ્પ રૈયા રોડ પર આવેલ સેલસ હોસ્પીટલ ખાતે એક મહિના માટે યોજાશે. આ કેમ્પમાં 50 દર્દીઓ લઇ શકાય તેમ હોય વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન માટે 9696796964 પર સંપર્ક કરી શકાય છે.