થેલેસેમિયા જન-જાગૃતિ અભિયાનને શુભેચ્છા પાઠવતા વિધાનસભા અધ્યક્ષ May 16, 2019

  • થેલેસેમિયા જન-જાગૃતિ અભિયાનને શુભેચ્છા પાઠવતા વિધાનસભા અધ્યક્ષ

રાજકોટ તા. 16
રાજકોટ શહેરમાં ભવિષ્યમાં નવા થેેલેસેમિયા રોગ પીડિત બાળકો ન જન્મે અને સમાજમાં અવિવાહીત યુવાન ભાઇઓ અને બહેનો લગ્ન પહેલા" થેલેસેમિયા ટેસ્ટ કરાવતાં થાય તે માટે કાર્યરત વિવેકાનંદ યુથ કલબ દ્વારા સંચાલીત "થેલેસેમિયા જન-જાગૃતિ અભિયાન સમિતિનાં અગ્રણીઓ અનુપમ દોશી અને ઉપેનભાઇ મોદી ગુજરાત વિધાન સભાનાં અધ્યક્ષ ડો. રાજેન્દ્ર ત્રિવેદીને રૂબરૂ મળીને કુદરતે જમેની સાથે અન્યાય કર્યો છે અને રકત જેમનો ખોરાક છે તેવા થેલેસેમિયા પીડિત બાળકોની વેદના, લાચારી અને મુશ્કેલીઓ વિશે અધ્યક્ષ જાણ કરેલ તથા આ બાબત ગુજરાતનાં થેલેસેમિયા પીડિત બાળકો માટે જે કોઇ જરૂરિયાત હોય જેવી કે દવા, ઇજેકશન તથા એસ.ટી બસમાં બ્લડ ટ્રાન્સફયુઝન કરવા માટે આવવા-જવા માટે ભાડા માફી વગેરે રજુઆત કરી હતી. આ બાબત તેઓેએ સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી અને તેઓ અવાર-નવાર થેલેસેમિયાગ્રસ્ત બાળકોનાં કાર્યક્રમમાં અચુક હાજરી આપે છે. તેમ જણાવેલ. રાજકોટમાં " થેલેસેમિયા જન- જાગૃતિ અભિયાન સમિતિનાં પ્રયાસોને બિરદાવી હતી અને શુભેચ્છા પાઠવી હતી. તેમની સાથેની મુલાકાતમાં "દિકરાનાં ઘર વૃધ્ધાશ્રમ સ્થાપક મુકેશભાઇ દોશી સાથે રહ્યા હતાં.