ગોંડલમાં પૂજ્ય ડુંગરદાદાની પુણ્યતિથિની ઉજવણીMay 16, 2019

રાજકોટ તા.16
ગોંડલ ગચ્છાધિપતિ નિદ્રાવિજેતા એકાવતારી, પ્રાત:સ્મરણીય પરમ આચાર્યદેવ પૂ.ડુંગરસિંહ ગુરુદેવની આગામી 198 મી પુણ્યતિથિ તપ-ત્યાગ, વ્રત, નિયમ સહ ગુરુભક્તિ પૂનમ આગામી તા.18/5/2019 તથા તા.19/5/2019 દરમ્યાન પૂ.ડુંગરગુરુ ગાદીની પવિત્ર પાટ જે ભૂમિ પર બીરાજી રહી છે તેવા ગોંડલ શહેરમાં ગો.સં.ના ગાદીપતિ પૂ.ગુરુદેવ ગીરીશચંદ્રજી મ.ના સુશિષ્ય ગુજરાતરત્ન ગુરુદેવશ્રી સુશાંતમુનિ મ. તથા મહામંત્ર પ્રભાવક પૂ.ગુરુદેવશ્રી જગદીશમુનિ મ.ના સુશિષ્ય ક્રાંતિકારી યુવાસંત બા.બ્ર.પૂ. પારસમુનિ કે જેઓ સુદીર્ઘ વર્ષોથી મહારાષ્ટ્ર, મુંબઇ આદિ ક્ષેત્રોમાં પોતાના જ્ઞાન, દર્શન ચારિત્ર, તપના વિપુલ-અનુભવ સાથે આદિવાસીઓના દ્રવ્યભાવ ઉધારક બની, માનવતાના અનેક કાર્યોની પ્રેરણાત્મક ભૂમિકા ભજવી સૌરાષ્ટ્રના સંઘોની વિનંતી સ્વીકારી, ગોંડલ ગાદીગામને ચાતુર્માસનો લાભ આપવા ઘણા વર્ષો બાદ તા.17/5/2019, શુક્રવારે સવારે 7.30 કલાકે પધારી રહ્યા છે. તેઓનું ભવ્ય સ્વાગત કરવા ગો.સં.સુદીર્ઘ દીક્ષા પર્યાયધારી, તીર્થસ્વરૂપા શાસન ચંદ્રીકા બા.બ્ર. પૂ.ગુરુણીશ્રી હીરાબાઇ મ. આદિ સતીવૃંદ, સંઘાણી સંપ્રદાય સાધ્વીજી પૂ.ઉષાબાઇ મ.આદિ સતીરત્નોની સાથે બાલિકા તથા સૌભાગ્યવંતી બહેનો કળશધારી ગોંડલના પાંચેય સંઘો સાથે થનગની રહ્યા છે. તેઓનું સ્વાગત કરવા વિશાળ સંખ્યામાં ભાવિકોને પધારવા પ્રવિણભાઇ કોઠારીની યાદીમાં જણાવાયું છે.