પૂજ્ય રાજેશમુનિ મ.સા.ની નિશ્રામાં સાદગીપૂર્ણ દીક્ષા મહોત્સવ ઉજવાયો: રેખાબેન બન્યા પૂ.રક્ષિતાબાઇ મં.May 16, 2019

રાજકોટ,તા.16
તા.15/5/19 બુધવારના રોજ રાજકોટ ઋષભદેવ સંઘ, શાશ્ર્વત એર્પાટમેન્ટના પરિસરમાં એક મુમુક્ષુ આત્મા મોક્ષાર્થી બન્યાં.
ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.આદિ ઠાણા 5 એવમ્ સાધ્વી રત્ના પૂ.પુષ્પાબાઈ મ.સ.આદિ ઠાણા 14 તથા ધર્મદાસ સંપ્રદાયના પૂ.ચંપાબાઈ મ.સ.આદિ ઠાણા 5 કુલ ચોવીસ પૂ.સંત - સતીજીઓની પ્રેરક અને પાવન સાંનિધ્યમાં ઋષભદેવ સંઘ રાજકોટ ખાતે શાશ્ર્વત એર્પાટમેન્ટના પરીસરમાં આદર્શ વૈરાગી રેખાબેન પ્રવિણભાઈ દેસાઈ ( ઉંમર વર્ષ 69 )નો સંયમ મહોત્સવ સાદાઈ છતાં ગરીમાપૂર્ણ ભવ્ય અને વૈરાગ્યમય માહોલમાં ઉજવાઇ ગયો. પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સાહેબે ઉદ્દઘોષણા કરી કે આજે બુધવાર તા.15/5 ના આદર્શ વૈરાગી રેખાબેન સંમમ માર્ગે પ્રયાણ કરશે.બરોબર 9: 00 વાગ્યાથી જ અનેક ભાવિકો શાશ્ર્વત એર્પાટમેન્ટ ખાતે સામાયિક લઈને સૌ બેસી ગયેલ.
સંસારી અવસ્થાનું અંતિમ વકતવ્ય આપતા રેખાબેને જણાવ્યું કે બબ્બે સંતાનોને જિન શાસનને અર્પણ કર્યાબાદ મારે પણ આ માનવનો ભવ પૂરો થાય પહેલા ભાગ્યવાન બની સંયમ લઈ ભગવાન બનવા પ્રયત્નશીલ બનવું છે તેવા ભાવ આજે મારા પૂર્ણ થઈ રહ્યાં છે તેનો મને અનહદ આનંદ છે.
અત્રે નોંધનીય છે કે દેસાઈ પરિવારમાં આ ત્રીજી દીક્ષા છે.આ પૂર્વે રેખાબેનના એકના એક સુપુત્ર તેજસભાઈ ( પૂ.તત્ત્વજ્ઞમુનિ મ.સા.) તથા એકના એક સુપુત્રી મીતલબેન ( પૂ.મીતજ્ઞાજી મ.સ.) પણ પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.પાસે દીક્ષિત થયેલા છે.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે આદર્શ વૈરાગી રેખાબેન વેશ પરીવર્તન કરીને આવતા કમ કમ દીક્ષાર્થી...વેલકમ વેલકમ દીક્ષાર્થીના નાદ ગૂંજી ઊઠેલ.
કેન્દ્રીય સાંનિધ્યમાં બીરાજમાન પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સાહેબે કહ્યું કે જેવી રીતે કોઈ ખેતરમાં બીજનું વાવેતર કરતાં પહેલાં કાંટા - કાંકરા વગેરે નિરર્થક વસ્તુઓ દૂર કરવામાં આવે છે તેવી રીતે સંયમરૂપી બીજના વાવેતરમાં પણ ક્રોધ,માન,માયા,લોભાદિને દૂર કરવા માટે ક્ષેત્ર વિશુધ્ધિ કરવી પડે છે.પૂ.હર્ષ મુનિજી,પૂ.રત્નેશ મુનિજી તથા પૂ.તત્વજ્ઞ મુનિજી મ.સાહેબે દીક્ષાર્થીને ક્ષેત્ર વિશુધ્ધિ કરાવેલ.દીક્ષાર્થીનો સમર્પણ પત્ર અને પરીવારની સમ્મતિ બાદ બરાબર બપોરે 12:48 કલાકે પૂ.ગુરુ ભગવંત રાજેશ મુનિ મ.સાહેબે મુમુક્ષુ રેખાબેનને કરેમિ ભંતે નો પાઠ ભણાવતાં જ દીક્ષા લેને વાલે કો ધન્યવાદ... ધન્યવાદના જયનાદ થયેલ.આ સમયે મુમુક્ષુ રેખાબેનની ચિત્ત પ્રસન્નતા અલૌકિક અને અદભૂત હતી.ઉપસ્થિત વિશાળ પૂજ્ય સતીવૃંદે નૂતન દીક્ષિત આત્માને સહર્ષ આવકારેલ.
ગોંડલ સંપ્રદાયના અગ્રણી તથા રાજકોટ સ્થા.જૈન મોટા સંઘના પ્રમુખ ઇશ્ર્વરભાઈ દોશી,રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ, જામનગર ચાંદિ બજાર સંઘના પ્રમુખ પંકજભાઈ શાહ વગેરે અગ્રણીઓ પ્રસંગોચિત્ત વકતવ્ય આપી સંયમી આત્માને અભિનંદન સહ સંયમ માર્ગ(ની અનુમોદના કરેલ.