રાજકોટ-મુંબઇ વચ્ચે ફલાઇટ શરૂ કરવા ‘ઇન્ડિગો’ તૈયાર May 16, 2019

  • રાજકોટ-મુંબઇ વચ્ચે ફલાઇટ શરૂ કરવા ‘ઇન્ડિગો’ તૈયાર

 જેટની ફલાઇટ બંધ
થતાં એરફેર બમણા
 નવી ફલાઇટથી
મુસાફરોને થશે લાભ
રાજકોટ તા. 16
શહેરના એરપોર્ટ પરથી જેટ એરવેઝની ફ્લાઈટ બંધ થતાં હવે એક માત્ર એર ઇન્ડિયા રહી છે જેથી રાજકોટથી મુંબઈ કે દિલ્હી જવા માટે એક દિવસ અગાઉ બુકિંગ કરાવવામાં આવે તો મુસાફરને રૂ. 20000 જેટલું ભાડું એટલે કે, બમણું ચૂકવવું પડે છે ત્યારે હવે નવી એરવેઝ ગો-ઈન્ડિગોએ રાજકોટમાં નવી ફ્લાઈટ શરૂ કરવા માટે રસ બતાવ્યો છે. નવી ફ્લાઈટ શરૂ થતાં અને ફ્રિક્વન્સી વધતાં મુસાફરોએ પણ ફ્લાઈટનું ઊંચુ ભાડું આપી લૂંટાવું નહીં પડે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટમાં જેટ એરવેઝની ફ્લાઈટ બંધ થતાં એક માત્ર એર ઈન્ડિયા એરવેઝની ફ્લાઈટ મુસાફરો માટે સહાયરૂપ બની છે. જોકે આ એરવેઝ કંપનીની મુંબઈ જતી ફ્લાઈટમાં ત્રણ ગણાથી વધુ ભાડું વસૂલવામાં આવી
રહ્યું છે. જ્યારે દિલ્હી જતી ફ્લાઈટનું ભાડું પણ એવરેજથી વધુ હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે. એર ઈન્ડિયાની રાજકોટથી દિલ્હીની ફ્લાઈટનું ભાડું સામાન્ય વર્ગના મુસાફરો તો ઠીક વેપારી વર્ગને પણ વધુ લાગે છે. જ્યારે ગ્રેટર ચેમ્બર ઓફ રાજકોટના પ્રમુખે તમામ એરલાઇનને રાજકોટમાં પધારવા આમંત્રણ આપ્યું હતું. જેમાંથી ગો ઈન્ડિગો એરલાઈને રાજકોટમાં મુંબઈની ફ્લાઈટ શરૂ કરવા તૈયારી બતાવી હતી જે ટૂંકમાં ચાલુ થઈ જશે તો મુસાફરોને બમણા ભાડામાંથી મુક્તિ મળી જશે. ઉ