ચાલુ વાહને થૂંકનારને દંડ, 3 વખત પકડાય તો લાઇસન્સ રદMay 16, 2019

  • ચાલુ વાહને થૂંકનારને દંડ, 3 વખત પકડાય તો લાઇસન્સ રદ

ક્ષ દસ દિવસમાં દંડ
નહીં ભરનારને 100 ટકા પેનલ્ટી, કોર્પોરેશન
દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ, 22મીથી અમલ
ક્ષ પ્રથમ ગુનો કર્યે
રૂા.250, બીજી વખત 500 અને ત્રીજી વખત રૂ.750નો દંડ
રાજકોટ તા,16
ગુજરાતમાં અમદાવાદ બાદ રાજકોટ શહેરમાં આઈવે પ્રોજેકટ અંતર્ગત ચાલુ વાહને થુંકનાર અને કચરો ફેંકનારને દંડ ફટકારતું જાહેરનામું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેનો અમલ આગામી તા.22થી શરુ થઈ જશે. તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
રાજકોટ શહેરમાં આગામી તા.22ને બુધવારથી ચાલુ વાહને થુંકનાર તેમજ વાહનમાંથી રોડ ઉપર કચરો ફેંકનારને રૂા.250નો દંડ કરવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. કમિશનરના જણાવ્યા મુજબ શહેરમા પાન ફાકી ખાતા લોકો ચાલુ વાહને થુંકતા આઈવે પ્રોજેકટમા કેમેરામાં નજરે પડ્યા છે. ત્યારે અમદાવાદ બાદ રાજકોટ મનપાએ કેમેરાની ઝપટે ચડી ગયેલ થુંકનાર અને કચરો ફેંકનારને દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનમાંથી થુંકનાર તેમજ કચરો ફેંકનારને ફોટા સાથેનો મેમો ઘર બેઠા મળી જશે. રૂા.250નો પ્રથમ વખતનો દંડ નકકી કરવામાં આવ્યો છે અને 10 દિવસમાં દંડ ભરવામાં નહીં આવે તો 100 ટકા પેનલ્ટી ફટકારવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મનપા દ્વારા ચાલુ વાહને જાહેરમાં થુંકનારને દંડ ફટકારવાનું જાહેરનામું મહાનગરપાલિકા દ્વારા આજરોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેનો અમલ તા.22થી શરુ થઈ જશે. મનપાએ આઈવે પ્રોજેકટના 4પ6 સીસીટીવી કેમેરા થકી સમગ્ર પ્રોજેકટ તૈયાર કર્યો છે. આ નિયમ તમામ વાહનોને લાગુ પડશે. વાહન ચાલક ચાલુ વાહને રોડ ઉપર થુકશે અથવા કચરો ફેંકશે ત્યારે ચાલક સહિત વાહનના બે ફોટા તૈયાર કરવામાં આવશે. જેનું આરટીઓ સાથે ક્ધસલ્ટ કર્યા બાદ વાહન માલિકના ઘરે ફોટા સાથેના આધારપુરાવા સાથે રૂા.250નો મેમો ઘરબેઠા મળી જશે. દંડની રકમ 10 દિવસમાં મનપાના

સિવિક સેન્ટર અથવા ઓનલાઈન ભરવાની રહેશે. નહીં તો મનપાનો કર્મચારી ઘરે ઉઘરાણી કરવા આવશે અને 100 ટકા પેનલ્ટી સાથેની રકમ વસુલશે. વાહન ચાલક એક જ વાહનમાં ત્રણ વખત ગુનો કરશે તો ઉપરોકત વાહન ચાલકનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવામાં આવશે. હાલમાં ફકત થુંકનાર અને કચરો ફેંકનાર વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આગામી દિવસોમાં સ્મોકિંગ કરનાર વિરુધ્ધ પણ દંડનીય કાર્યવાહી કરવાની વિચારણા હાથ ધરાય છે. ત્રણ વખત દંડ ઈં ચોથી વખત લાઇસન્સ રદ
ચાલુ વાહને જાહેરમાં થુંકનાર અથવા કચરો ફેંકનાર એક જ વાહન બીજી વખત ગુનો કરશે ત્યારે રૂા.500, ત્રીજી વખત ગુનો કર્યે રૂા.750 અને ચોથી વખત ગુનો આચરશે ત્યારે તેનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કરવામાં આવશે. તેવી જ રીતે 10 દિવસમાં દંડ ન ભરનારને 100 ટકા પેનલ્ટી ફટકારવામાં આવશે. આ નિયમ રાજકોટ શહેરમાં તા.22થી તમામ વાહન ચાલકોને લાગુ થશે. તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે.