સાંજે પ.બંગાળમાં મોદી ગજાવશે 2 સભાMay 16, 2019

  • સાંજે પ.બંગાળમાં મોદી ગજાવશે 2 સભા

નવી દિલ્હી તા.16
લોકસભા ચૂંટણી 2019 (લોકસભા ઇલેકશન 2019)ના સાતમાં એટલે કે છેલ્લા તબક્કામાં ભાજપની જીત નક્કી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રેલી કરી રહ્યાં છે. આ ક્રમમાં પીએમ મોદી આજે પૂર્વ યૂપીમાં ત્રણ ચૂંટણી જનસભાનું સંબોધન કરશે. આ સાથે જ પીએમ મોદી આજથી 2 દિવસ વારાણસીના પ્રવાસે છે. પીએમ મોદી ગુરૂવાર સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે અને ત્યાં રાત્રી

પ્રવાસ કરશે. ચૂંટણી જાહેર થયા બાદ કાશીમાં પીએ મોદીનો આ બીજી વખત પ્રવાસ હશે. 16 મેની રાત્રે બનારસમાં રોકાશે પીએમ મોદી અને 17 મેની સાંજ સુધી કાશીમાં રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે એટલે કે 17 મેના રોજ કાશી વિશ્વનાથના દર્શન કરી શકે છે. પીએમ મોદી ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરશે. પીએમ ચંદૌરીની ચૂંટણી રેલી બાદ વારાણસી જશે. પીએમ મોદીની પશ્ચિમ બંગાળમાં પણ આજે બે રેલીઓ પ્રસ્તાવિત છે. સાંજે 4:30 કલાકે તેમની પહેલી રેલી મથુરાપુરના ઉલ્લોનમાં થશે. ત્યારબાદ બીજી રેલી સાંજે 6:10 વાગે દમદમમાં યોજાવાની છે. ઝખઈના ગુંડાઓએ તોડેલી મૂર્તિ અમો નવી બનાવીશું: મોદી
લખનઊ: પશ્ર્ચિમ બંગાળમાં બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત શાહની રેલી દરમિયાન બીજેપી અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન રાજ્યમાં અનેક જગ્યાએ હિંસાના બનાવો પણ બન્યા હતા. બંગાળમાં મંગળવારે થયેલી હિંસાને લઈને ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે,

ટીએમસીના ગુંડાઓની તાકાત બે દિવસ પહેલા પણ જોવા મળી હતી. અમિત શાહના રોડ શો દરમિયાન ટીએમસીના ગુંડાઓએ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી નાખી હતી. આવું કરનારને કડકમાં કડક સજા થવી જોઇએ. પીએમ મોદીએ લોકોને આશ્વાસન આપતા જણાવ્યું કે, પ્રસિદ્ધ સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના દ્રષ્ટિકોણને સમર્પિત અમારી સરકાર કોલકાતાની વિદ્યાસાગર કોલેજમાં એ જ જગ્યાએ પંચ ધાતુની તેમની મૂર્તિ સ્થાપિત કરશે અને તૃણમૂલના ગુંડાઓને જવાબ આપશે. ઉત્તર પ્રદેશના ઘોસી ખાતે એક ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યુ કે, એક મહિના પહેલા પમોદી હટાવોથનો રાગ આલાપી રહેલા મહામિલાવટીઓ આજે રઘવાયા થયા છે. દેશના લોકોએ તેમના પર પરાજયની મહોર મારી દીધી છે. રાજ્યએ તેમનું આખું ગણિત બગાડી નાખ્યું છે.