ISIએ અભિનંદનને 40 કલાક ટોર્ચર કર્યા હતાMay 16, 2019

  • ISIએ અભિનંદનને 40 કલાક ટોર્ચર કર્યા હતા

નવી દિલ્હી તા.16
ઈન્ડિયન એર ફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન જ્યારે પાકિસ્તાનની કસ્ટડીમાં હતા તો અમુક કલાકોમાં તેમને ઈસ્લામાબાદથી રાવલપિંડી લઈ જવાયા હતા. તેઓ લગભગ 4 કલાક પાકિસ્તાન આર્મીની કસ્ટડીમાં રહ્યા હતા અને લગભગ 40 કલાક પાકિસ્તાનની ઈન્ટેલિજેન્સ એજન્સી આઇએસઆઇ દ્વારા તેમની પૂછપરછ કરી, ટોર્ચર કરાયા અને ભારતની ઈન્ટેલિજન્સ એજન્સી આરએડબલ્યુ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ને લઈને ઘણી કમેન્ટ પણ કરી. ડિફેન્સ મિનિસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને લડાકુ વિમાન એફ-16 તોડી પાડ્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદનનું વિમાન તૂટી ગયા પછી તેમને પાકિસ્તાની આર્મીએ કસ્ટડીમાં લીધા હતા. તેઓને ત્યાં 4 કલાક માટે જ રખાયા હતા આ પછી તેમને આઇએસઆઇના લોકો

ઈસ્લામાબાદથી રાવલપિંડી લઈ ગયા, જ્યાં આઇએસઆઇ ઈન્વેસ્ટિગેશન સેલે લગભગ 40 કલાક સ્ટ્રોંગ રુમમાં રાખ્યા. ત્યાં તેમને ટોર્ચર કરવામાં આવ્યા અને માહિતી મેળવવાની કોશિશ કરાઈ. આ દરમિયાન સતત તેમની આંખ પર પટ્ટી બાંધી રાખવામાં આવી હતી અને તેઓ કશું જોઈ શકતા નહોતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અભિનંદન ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓએ જણાવ્યું કે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાઈ રહ્યા છે અને તેઓ જગ્યા જોઈ શકતા નહોતા, કારણ કે તેમની આંખ પર પટ્ટી બાંધવામાં આવી હતી.રાઈફલના બટથી માર મરાયોસૂત્રોના જણાવ્યા પ્રમાણે અભિનંદનને પાકિસ્તાનમાં આર્મી કસ્ટડીમાં હતા ત્યારે તેમની સાથે ખરાબ રીતે સારી રીતે વ્યવહાર કર્યો, પણ આઇએસઆઇ દ્વારા તેમની પાસેથી માહિતી કઢાવવા માટે તેમને ટોર્ચર કરવામાં આવ્યા. જ્યારે અભિનંદન પાકિસ્તાનના કબ્જાવાળા વિસ્તારમાં પડ્યા તો રાઈફલના બટથી તેમના માથાના ભાગે વાર કરાયો અને તેમની આંખો પર પણ ઈજા થઈ હતી. પણ તેમની ડાબી આંખ પર જે કાળુ નિશાન હતું તે ઈંજઈંના ટોર્ચર દરમિયાન થયું હતું.ચા વાળો વીડિયો બરાબર છે: અભિનંદનપાકિસ્તાનમાં અભિનંદનનો ચાવાળો વીડિયો રીલિઝ કરાયો તે અંગે અભિનંદને જણાવ્યું કે, આ વીડિયો સાચો છે, જેમાં તેઓ કહે છે કે- ધ ટી ઈઝ ફેન્ટાસ્ટિક (ચા ઘણી સારી છે). જોકે અન્ય વીડિયોને અભિનંદને નકારી દીધો છે અને કહ્યું છે કે તે નકલી છે.કહેવાય છે કે, અભિનંદનને છોડ્યા પછી પાકિસ્તાને જે 1 મિનિટ 23 સેક્ધડનો વીડિયો રિલીઝ કર્યો છે તે અંગે અભિનંદને કહ્યું કે તેમાં તેમનો અવાજ નથી અને તેમણે આવું ક્યારેય નથી કહ્યું. આ 15 સેક્ધડના વીડિયોમાં અભિનંદનને પાકિસ્તાની આર્મીની પ્રશંસા કરતા અને ઈન્ડિયન મીડિયાની નિંદા કરતા બતાવાયા છે.ભારત લવાયા પછી કરાઈ તપાસભારત આવ્યા પછી અભિનંદનનું એર ફોર્સના સિનિયર અધિકારીઓ સાથે ડીબ્રીફ્રિંગ સેશન શરુ થયું. જેમાં એક જ સવાલ ઘણી વખત પૂછવામાં આવ્યો, તોડી-મરોડીને પૂછવામાં આવ્યો જેથી કોઈ ચૂક ના રહે અને સુરક્ષામાં કોઈ પ્રકારની બાંધછોડ ના થાય.આખરે પાકિસ્તાને ઝૂકવું પડ્યુંસૂત્રોના જણાવ્યા પ્રમાણે અભિનંદને આઇએસઆઇ પાછા સોંપવા માટે તૈયાર નહોતું અને જ્યારે પાકિસ્તાન પર ચારે તરફથી દબાણ વધ્યું ત્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને હસ્તક્ષેપ કર્યો અને અભિનંદનને ભારતને સોંપવાનો નિર્ણય કરાયો. ઈંજઈંએ પૂછપરછ દરમિયાન તેમને ટોર્ચર કર્યા ઘણીવખત તેમને કહેવાતું હતું કે, તને તમારી આરએડબલ્યુ પણ નહીં બચાવી શકે. ભારત પાછા આવ્યા પછી અભિનંદનની ન્યુરો ટ્રીટમેન્ટ અને આંખોની ટ્રીટમેન્ટ કરાઈ. હમણાં તેમની મેડિકલ કેટેગરી ડાઉન કરાઈ છે પણ જલદી તેનો રિવ્યૂ કરાશે.