એક ‘મચ્છર’ માણસનો ‘જીવ’ જોખમમાં મૂકે છેMay 16, 2019

  • એક ‘મચ્છર’ માણસનો ‘જીવ’ જોખમમાં મૂકે છે

રાજકોટ તા. 16
16મી મેના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે તંત્ર એક દિવસ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. ત્યારે ડેન્ગ્યુએ વાયરસથી થતો રોગ છે. ડેન્ગ્યુ તાવનો ફેલાવો ડેન્ગ્યુ ઉત્પન્ન કરતાં વિષાણુ એવી મચ્છરના કરડવાથી થાય છે આ માદા અડીસ મચ્છરના કાળા કલરનો સફેદ ટપકાવાળો હોય છે રાજકોટમાં હજુ સુધી ડેન્ગ્યુ ઉપર કાબુ મેળવી શકાયો નથી.
લોકોમાં જાગૃતિનો અભાવ અને તંત્રની લાપરવાહીના કારણે રાજકોટમાં ડેન્ગ્યુ નામના એક સામાન્ય મચ્છરે અનેક લોકોના જીવ લીધા છે. હજુ પણ ‘મચ્છર’ માણસનો
‘જીવ’ જોખમમાં મુકે છે. એડિસ ઇજિપ્ત નામનું મચ્છર
કરડયા પછી 5 થી 10 દિવસમાં ડેન્ગ્યુના ચિન્હ દેખાવાનું શરૂ થાય છે જયારે વર્તમાન યુગમાં સૌથી ઝડપથી ફેલાતો ચેપી રોગ છે.
ડેન્ગ્યુનો વ્યાપ દિવસે વધી રહ્યો છે ડેન્ગ્યુની સમયસર સારવાર ન થાય તો તે ઘાતક સાબિત થઇ શકે છે ડેન્ગ્યુ વિશે જનમાનસમાં અનેક વિધ માન્યતાઓ ઘર કરી ગઇ છે. સૌથી મહત્વની વાત એ છે કે ડેન્ગ્યુને સમયસર, પ્રાથમિક તબધકકે જ ઓળખી લઇને સારવાર થાય તે જરૂરી છે.  ધ્યાન રાખવું
 ઠંડુ પાણી ન પીવું, મેંદો અને વાસી ખાવાનું ટાળો
 આહારમાં હળદર, અજમો, આદું, હીંગનો વધુમાં વધુ ઉપયોગ કરવો
 હળવો આહાર લો જે સરળતાથી વધી શકે
 મરચું, મસાલા અને તળેલું ખાવાનું ન ખાઓ ભુખથી ઓછું ખાવ,
પેટ ભરીને ન ખાવ
 ઊંઘ પુરતી લો, ખુબ જ પાણી પીવો અને પાણીને ઉકાળીને પીવો
 ખૂબ પાણી પીવો, છાશ, નારિયેળ, પાણી લીંબુ પાણી વગેરે વધુ પીવો ઘરગથ્થુ ઉપાય ડેન્ગ્યુથી રાહત અપાવે છે
પપૈયું: પ્લેટલેટસ વધારવામાં
મદદ કરે છે.
બીટ: શરીરમાં રકતકણોને વધારવા માટેનો લોકપ્રિય આહાર છે.
નારિયેળ પાણી: ઇલેકટ્રોલાઇસની સારી એવી માત્રા હોવાથી શરીરમાં બ્લડ પ્લેટલેટસ વધારે છે.
આમળા: બ્લડ પ્લેટલેસો વધારવા માટે લોકપ્રિય ઉપચાર
પાલક: બલ્ડ કલોરીંગ માટે લાભકારી નિવડે છે. ડેન્ગ્યુને અટકાવવા શું ધ્યાન રાખવું
 ઘરમાં રહેલા તમામ પાણી ભરેલા વાસણોને હવાયુકત ઢાંકણથી ઢાંકો
 ફ્રિઝની ટ્રે, પાણીયારાના માટલા નીચે ભરાય રહેતું પાણી, માટલા, કુલર, નકામા ટાયરો, નાળીયેરની કાચળી, ખાલી ડબ્બા વગેરે જેવા તમામ પાત્રો ને જયાં મચ્છર ઇંડા મુકે અને પોરા બને તેવા પાત્રાને નિયમિત ઘસીને સાફ કરવા જરૂરી વગરના વાસણોને ઉંધા વાળી અને સલામત સ્થળે મુકવા.
 પાણીના કુંડામાં રોજે-રોજ ખાલી કરી દેવું અને બીજા દીવસે સવારે ભરવું
 સિમેન્ટની પાણી ભરેલ ટાંકીઓ, પશુઓને માટે ભરેલ સિમેન્ટના પાત્રોની સવારે ને અઠવાડીયે એક વખત ઘસીને સાફ કરવું જોઇએ.
 ડેન્ગ્યુના મચ્છરો દિવસે કરડતા હોવાથી દિવસ દરમ્યાન પુરુ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા
 તે ઉપરાંત ઘરની આજુ-બાજુ સ્વચ્છતા રાખવી જોઇએ.