સદ્ગુરુ આશ્રમના 74મા સ્થાપના દિને ધાર્મિક કાર્યક્રમોMay 16, 2019

  • સદ્ગુરુ આશ્રમના 74મા સ્થાપના દિને ધાર્મિક કાર્યક્રમો

રાજકોટ તા,16
સદ્ગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુ દ્વારા સ્થાપિત તા.11-5-1946 તથા માનવસેવાની પ્રવૃત્તિઓથી ધમધમતા સદ્ગુરુસદન ટ્રસ્ટનો તા.15-5-19ના રોજ 73 વર્ષ પૂર્ણ કરીને 74 વર્ષમાં મંગલ પ્રવેશ થયો હતો.
સદ્ગુરુ સદન ટ્રસ્ટના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. સવારે સદ્ગુરુ સદન ટ્રસ્ટ તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડોકટર્સ સ્ટાફ, ભાઈ-બહેનો તથા ગુરુભાઈઓ-બહેનો દ્વારા રણછોડદાસજીબાપુની સમૂહ આરતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે માધાંતાસિંહજી ધર્મપત્ની મહારાણી કાદમ્બરીદેવી, ડો.અતુલ બદિયાણી, ડો.રમેશ સોલંકી, ડો.એસ.કે.સિંઘ, ડો.ગીરીશ કીલડિયા, ડો.હેતલ લખાઈ, ડો.અમરપ્રીત કોર, ડો.પાર્થ સતાણી, ડો.કલ્પેશ ખુંટ, ડો.ગઢવી તથા સંસ્થાના ટ્રસ્ટી પ્રવિણભાઈ વસાણી સમૂહ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા ગુજરાત રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દી ભગવાન માટે વિનામૂલ્યે
સદ્ગુરુ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
વર્ષ 2018-2019માં રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે 52,255 ફ્રી મોતિયાના ઓપરેશન કરવામાં આવેલ હતા.
આશ્રમના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરેલ હતું. જેમાં સવારે સંગીતમય શૈલીસાથે સુંદરકાંડના પાઠ, હનુમાનના પાઠ તથા 108 હનુમાન ચાલીસાના પાઠનું ભવ્ય આયોજન નિજ મંદિર હોળમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.