24મીથી એસજીવીપી રીબડા ગુરુકુળમાં બાલ સત્સંગ શિબિરMay 16, 2019

  • 24મીથી એસજીવીપી રીબડા  ગુરુકુળમાં બાલ સત્સંગ શિબિર

રાજકોટ તા.16
અમેરિકા-કેનેડા સત્સંગ પ્રચારાર્થે ગયેલા પૂ.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન તથા વેદાન્તસ્વરુપદાસજી સ્વામી, હરિનંદનદાસજી સ્વામી અને વિશ્ર્વસ્વરૂપદાસજી સ્વામીની આગેવાની નીચે, એસજીવીપી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ની નૂતન શાખા એસજીવીપી રીબડા ગુરુકુલને આંગણે, આગામી તા.24 મે થી તા.26 દરમ્યાન નિ:શુ્લ્ક (ફ્રી) બાલ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વિમિંગ, હોર્સ રાઇડીંગ, શૂટિંગ, ફુટબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ, હોકી, બેડ મિન્ટન, ટેબલ ટેનિસ, વગેરે બાળકોને મનપસંદ રમતો તેમજ સવારથી સાંજ સુધીની દૈનિક ક્રિયા શીખવાડવામાં આવશે.
શિબિરાર્થી બાળકોને અહીં એ.સી. હોસ્ટેલમાં રહેવાની અને જમવા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.શિબિરમાં જોડાવનારે તા.19મે સુધીમાં પ્રવેશ ફોર્મ રીબડા ગુરુકુલમાંથી મેળવી લેવાનું રહેશે.
શિબિરાર્થીએ તા.23 મે ગુરુવારના રોજ સાંજ સુધીમાં પહોંચવાનું રહેશે.વાલીઓએ તા.26 રવિવારના રોજ સાંજે 6 કલાકે સમાપન સમારોહમાં હાજરી આપવાની રહેશે.વધારે વિગત માટે મો.નં.9727707073 અને 8155980074 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.