રાજકોટમાં શશીકાંત માળીની ફાંસીને 3 દાયકા પૂરાMay 16, 2019

  • રાજકોટમાં શશીકાંત માળીની ફાંસીને 3 દાયકા પૂરા

 રાજકોટ જિલ્લા જેલમાં કુલ ચાર આરોપીને
ફાંસી આપવામાં
આવેલ: 30 વર્ષથી આ ‘ગાળિયો’ સુનો
રાજકોટ તા,16
રાજકોટના જંક્શનના કોલસવાડીમાં 1980માં ટ્રિપલ મર્ડરને અંજામ આપનાર આરોપીને 16 મેં 1989ના રોજ રાજકોટ જિલ્લા જેલમાં ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યો હતો આ વાતને 30 વર્ષ વીતી ગયા પછી આજદિન સુધી કોઈને ફાંસી આપવામાં આવી નથી રાજકોટની જેલ કે જ્યાં રાજ્યમાં સૌથી વધુ 4 આરોપીઓને ફાંસીએ ચડાવવામાં આવ્યા છે.
1980ના આ કેસને ગુજરાત સરકારે રેરેસ્ટ કેસ ગણાવ્યો હતો. હત્યાનો બનાવ બન્યો તે વખતે હસુભાઈ દવે લેબર મજદૂર સંઘના પ્રમુખ હતા શશીકાંત માળી વેરાવળમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ત્યારે શશીકાંતને ફિશ કંપની સાથે કરાર કરી લેવા માટે સમજુતી આપવામાં આવી હતી તેમ છતાં પોતે લેબર કોર્ટ સામે ધરણા શરુ કર્યા હતા.
આ અંગે તેને સમજાવવા માટે હસુભાઈ દવે પોતે ગયા હતા પરંતુ તે સમજ્યો ન હતો અંતે પોતે 17 ઓક્ટોબર 1980ના દિવસે છરી લઈને જંકશન પ્લોટ સ્થિત કોલસવાડીમાં હસુભાઈના ઘરે સાંજે પહોચ્યો હતો પરંતુ હસુભાઈ ઘરે ન હતા તેથી શશીકાંતે તેમના પિતા ગૌરીશંકરભાઈ દવે, હસુભાઈના ભાઇના પત્ની આશાબેન નિરંજનભાઇ દવે અને બીજા ભાઇની 4 વર્ષની પુત્રી વિભા નરેન્દ્રભાઇ દવેને ઘરમાં ઘૂસી છરીના ઘા મારી કરપીણ હત્યા નિપજાવી ખૂની ખેલ ખેલ્યો હતોા
ત્રિપલ મર્ડરના આ કેશમાં
ભોગ બનનાર હસુભાઈ દવે પોતે પણ એક રાજકોટના નામાંકિત વ્યક્તિ હોય શશીકાંત માળીનો કેશ લેવા માટે દરેક વકીલો દ્વારા આનાકાની કરવામાં આવી હતી પરંતુ અંતે આ કાયદાનું
અપમાન ગણાતું હોય જજ
દ્વારા શશીકાંત માળીનો કેશ નિરંજનભાઈ દફ્તરીને આપવામાં આવ્યો હતો અને શશીકાંત સાથે હસુભાઈ દવેને લીધે અન્યાય થયો હોય તેવું મનમાં વિચારીને
અથવા કોઈના ઉસ્કેરવાથી
શશીકાંતે છરી વડે હસુભાઈના પરિવારના 3 સભ્યો હત્યા કરી હતી જેમાં 30 જેટલા સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા
અંતે જજ છાયા સાહેબ દ્વારા શશિકાન્તને ફાંસીની સજા આપવામાં આવી હતી.
ત્યારબાદ આ કેશ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ ચાલ્યો હતો ત્યાંથી પણ તેને ફાંસીની સજા યથાવત રહી હતી આખરે શશીકાન્તને 16 મે 1989ના રોજ રાજકોટની જેલમાં ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યો હતો. જેલમાં અપાયેલ ચાર ફાંસી
રાજકોટ જેલમાં ફાંસી અપાઇ તેમાં 2 જુન 1965માં કે.જે.રોની, 31 માર્ચ 1965માં બટુક રાઘવ, 11 નવેમ્બર 1963માં ચૂનીલાલ જાદવ અને 16 મેં 1989ના રોજ શશીકાંત માળીને ફાંસી આપવામાં આવી હતી.