વેકેશનમાં ભૂલકાઓને નવી ડ્યૂટી પાણી ભરવાની !May 16, 2019

  • વેકેશનમાં ભૂલકાઓને નવી ડ્યૂટી પાણી ભરવાની !

નળ કે હેન્ડપમ્પ સામે બેડાની લાગતી લાઈનો ભૂતકાળ બની ગઈ હોય તે ભ્રમણા છે. આ દ્રશ્ય રાજકોટની જ એક સોસાયટીનું છે. જ્યાં પાણીના નળની સામે પ્રતિક્ષા કરતી મહિલાનું ટોળુ તડકે સેકાઈ રહ્યું છે. તો ભુલકાઓને વેકેશનના સમયમાં નવી ડ્યુટી મળી છે પાણી ભરવાની ! સોસાયટીઓમાં જે હેન્ડપમ્પમાં પાણી આવી રહ્યુ છે ત્યાં કતારો લાગી રહી છે. ઉનાળાનો કલાઈમેકસ ધાર્યા કરતા પણ વધારે આકરો બની રહ્યો છે.