રવિવારે ઓપન સૌરાષ્ટ્ર રેપિડ ચેસ ટૂર્નામેન્ટ યોજાશેMay 16, 2019

રાજકોટ તા.16
ગેસ્ફોર્ડ ચેસ કલબ દ્વારા આગામી તા.19/પ ને રવિવારના રોજ પટેલ સેવા સમાજ, 41-ન્યુ જાગનાથ પ્લોટ, ડો.યાજ્ઞિક રોડ, રેસકોર્ષ પાસે, રાજકોટ ખાતે સ્વ.છગનભાઇ પટેલ ફીલ્ડમાર્શલ ટ્રોફી ઓપન સૌરાષ્ટ્ર રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન સવારે 8.30 કલાકે રાખવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટમાં બાળકો માટે અન્ડર-11, અન્ડર-16, ઓપન કેટેગરી અને લેડીઝ એમ કુલ ચાર પ્રકારની ચેસ ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવેલ છે. ઓપન કેટેગરીમાં પ્રથમ 1 થી 15 વિજેતા ખેલાડીઓને કુલ રૂા.15000 નાં રોકડ ઇનામોથી નવાજવામાં આવશે.
આ ટુર્નામેન્ટના એન્ટ્રી ફોર્મ ગેસ્ફોર્ડ ચેસ કલબ કિરીટ પાન ઘર રાજકોટ 0281-2221746 જમા કરવાના રહેશે તેમજ ઓન ધી સ્પોર્ટ એન્ટ્રી પણ લેવામાં આવશે. વધુ માહિતી માટે કિશોરસિંહ જેઠવા 9925248251, મનીષ પરમાર 9825112229, હર્ષદભાઇ ડોડીયા, દિપકભાઇ જાની, અભય કામદાર, જય ડોડીયાનો સંપર્ક સાધવાનો રહેશે.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓને પોતાનો ચેસ સેટ ફરજીયાત લાવવાનો રહેશે.
ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ગેસ્ફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઇ સોલંકી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, પૂર્વ સેક્રેટરી હર્ષદભાઇ ડોડીયા, ખજાનચી દિપકભાઇ જાની, મહેશભાઇ વ્યાસ (દાઢી), વલ્લભભાઇ પીપળીયા, આર.એમ.સી., અરવિંદભાઇ માલવી, ડાયનેમીક ચેસ એકેડેમીનાં મનીષ પરમાર, વન્ડર ચેસ કલબનાં ગૌરવ ત્રિવેદી, અભય કામદાર સતત જહેમત ઉઠાવી રહ્યા છે.
આ ટુર્નામેન્ટની મુખ્ય સ્પોન્સરશીપ અરવિંદભાઇ છગનભાઇ પટેલ (ફિલ્ડમાર્શલ) દ્વારા આપવામાં આવેલ છે.