સોમવારે હેમુ ગઢવી હોલ ખાતે જૂના ફિલ્મી ગીતો ગૂંજશેMay 16, 2019

  • સોમવારે હેમુ ગઢવી હોલ ખાતે જૂના ફિલ્મી ગીતો ગૂંજશે

રાજકોટ તા.16
જુના ફિલ્મી ગીતોના ગુંજન માટે એક અનોખી સંસ્થા કલબ જેણે આજે 24 અડીખમ વર્ષોથી જુના ફિલ્મી ગીતોનો દિપક પ્રજ્જવલિત રાખનાર સૂરસંસાર 25 માં વર્ષમાં પ્રવેશ કરે છે.
25 મા વર્ષનો પ્રથમ કાર્યક્રમ તા.20 મે ને સોમવારે હેમુગઢવી નાટયગૃહ રાજકોટ સરગમ કલબ સંચાલિતમાં રજુ થશે.
આ કાર્યક્રમમાં ચાર દિગ્ગજ કલાકારો શ્રોતાઓનું મનોરંજન કરશે. રફીસાહેબ, મન્નાડા અને તલતજીના ગીતોના ગાયક વિવેક પાંડે સાથે મુકેશજીના ગીતોના અદલ ગાયક સલિમ મલ્લીક અને શમશાદજી, નુરજહાજી વિ.ના ગીતોની ગાયીકા બેતાજ મહારાણી શ્રીમતિ રજની ધુરિયાજી તથા લતાજી-આશાજીના ગીતોની ગાયીકા 17 વર્ષીય અફલાતુન ગાયિકા કુ.શિયાની મનરંજક પ્રસ્તુતિ કરશે.
સંગીતવૃંદ વડોદરાના મયુર પટેલ અને સાથીદારોનું રહેશે.
ઉદઘોષિકા તરીકે સૂરસંસારમાં પ્રથમવાર પરંતુ ઘણા અનુભવી રશ્મી માણેક કલાકારો અને શ્રોતાઓ વચ્ચેનો સેતુ બનશે.