નવાગામ-આણંદપરમાં સૈનિક સમર્થન ગ્રૂપ દ્વારા શનિવારે લોકડાયરો યોજાશેMay 16, 2019

  • નવાગામ-આણંદપરમાં સૈનિક સમર્થન ગ્રૂપ દ્વારા શનિવારે લોકડાયરો યોજાશે

રાજકોટ તા,16
નવાગામ આણંદપરમાં આવેલ દેવનગર દ્વારા વિસ્તારમાં રામાપીરના મંદિરના લાભાર્થે સૈનિક સમર્થન ગ્રુપ દ્વારા તા.18/5 શનિવારના રોજ સાંજે 5 થી 10 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તથા સાંજે 6 થી 9 વાગ્યા સુધી મહાપ્રસાદ તેમજ સાંજે નવ વાગ્યે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કલાકારમાં ગુજરાતના સુપ્રખ્યાત કલાકારમાં અલ્પાબેન પટેલ તથા ખીમજીભાઇ ભરવાડ, તેમજ સુવિખ્યાત સાહિત્ય કલાકાર ભાનુભાઇ ડાંગર ઉપસ્થિત રહેશે.
લોકડાયરો અમદાવાદ હાઈવે સૌરાષ્ટ્ર પંપમીલની સામે ઓડીના શોરૂમની બાજુમાં લાડવાની વાળીમાં રાખેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સૈનિક સમર્થન ગ્રુપના પ્રણેતા રમેશભાઇ લુણાગરીયા અલખધણી રામામંડળના સભ્ય રાજુભાઇ પરમાર તથા પ્રકાશભાઇ બોરીચા તથા લાલજીભાઇ રાવળ, અશ્વીનભાઇ સોરાણી તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. તો તમામ ધર્મ પ્રેમીભાઇ બહેનોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે.