સમગ્ર જુંજા કુટુંબના ખોડિયાર માતાજીનો નવરંગો માંડવો તથા નવચંડી યજ્ઞનું આયોજનMay 16, 2019

  •  સમગ્ર જુંજા કુટુંબના ખોડિયાર માતાજીનો નવરંગો માંડવો તથા નવચંડી યજ્ઞનું આયોજન

રાજકોટ તા,16
સૌરાષ્ટ્ર-ગુજરાત અને ગુજરાતની બહાર વસતા સમગ્ર જુંજા કુટુંબના કુળદેવી ખોડિયાર માતાજીનું સેંકડો વર્ષો પુરાણુ મંદિર વીંછિયા તાલુકાના હાથસણી ગામની સીમમાં આવેલછે. જ્યાં તા.17-5ને શુક્રવારના રોજ નવચંડી યજ્ઞ અને માતાજીના નવરંગા માંઠવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 20 હજારથી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લેશે. તો આ ધાર્મિકની સાથો સાથ પરિવાર મિલનના આ પ્રસંગે સમસ્ત જુંજા કટુંબના સભ્યો તેમજ ધર્મપ્રેમી જનતાને પધારવા સમસ્ત જુંજા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે. તેમ રાજુભાઈ જુંજાની યાદીમાં જણાવ્યું છે.