વિશ્ર્વકર્મા કેળવણી મંડળ દ્વારા 28મીથી ખેલકૂદ અને લલીતકલા ઉત્સવMay 16, 2019

રાજકોટ તા,16
રાજકોટ વિશ્ર્વકર્મા કેળવણી મંડળ દ્વારા 45મા ખેલકુદ અને લલીતકલા ઉત્સવનુ આયોજન તા.28/5 થી 1/6 દરમ્યાન કરવામાં આવેલ છે. આ ઉત્સવમા ગુર્જર સુથાર જ્ઞાતીના ભાઇ-બહેનો અને બાળકો ભાગ લઇ શકશે.
તા.28/5ના સાજે ચેસ, ટેબલ ટેનીસ અને કેરમ ટુર્નામેન્ટ યોજાશે. તા.29/5 મેદાનની રમતો યોજાશે. જેમાં 50-100 મીટર દોડ, પોટેટો રેસ, લોટ ફુંક, ફુગ્ગા ફોડ, કોથળા રેસ, લીંબુ ચમચી, દોરડા કુદ, વોટર ઈન બોટલ, મ્યુઝીકલ ચેર વગેરે 20 જેટલી રમતો રમાશે. તા.30/5ના રોજ સંગીત સંધ્યા, તા.31/5ના રોજ ડાન્સનો કાર્યક્રમ બુગીવુગી અને તા.1/6ના રોજ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તા.27/5 સુધી સાંજે 5 થી 7માં સંસ્થાના કાર્યાલય 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે નામ નોંધાવી જવા. મંત્રી નટુભાઇ ભારદીયા, પ્રમુખ ચમનભાઇ ગોવિંદીયા, ક્ધવીનર કમલેશભાઇ ભારદીયા અને ચંદ્રેશભાઇ ખંભાયતાની યાદીમાં જણાવવામાં આવેલ છે.