પાથ ઓફ સકસેસ ! રવિવારે આર્ટ ગેલેરીમાં સફળતાનો માર્ગ દર્શાવતું જાહેર પ્રવચનMay 16, 2019

  • પાથ ઓફ સકસેસ ! રવિવારે આર્ટ ગેલેરીમાં સફળતાનો માર્ગ દર્શાવતું જાહેર પ્રવચન

રાજકોટ,તા.16
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસરીશ્ર્વરજી મહારાજા અને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજાના પ્રવચન પાથ ઓફ સકસેસનું આયોજન પ્રવચન તા.19-5-2019 રવિવાર સવારે 9 થી 10:30 કલાકે ડોકટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે કરવામાં આવ્યું છે.
મંઝિલ સ્પષ્ટ છે, પ્રશ્ર્ન માર્ગ બાબતે છે અને જ્યાં સુધી માર્ગની સ્પષ્ટ સમજણ નહીં હોય ત્યાં સુધી મંઝિલ મળે તેવી કોઈ શકયતા નથી. જિંદગીમાં સફળતા જોઈએ છે ? સફળતાનો પૂર્ણ ખાતરીદાયક માર્ગ જાણવો છે ? તો આ પ્રવચન બિલકુલ નહીં ચૂકતા.
પ્રવચન બાદ મણિભદ્ર બિઝનેસ બજારનું આયોજન સવારે 11થી રાત્રે 11 સુધી શનિવાર અને રવિવાર દરમિયાન રહેશે.