તથાગત ગૌતમ બુધ્ધ જન્મજયંતીની શનિવારે ભવ્ય ઉજવણીMay 16, 2019

  • તથાગત ગૌતમ બુધ્ધ જન્મજયંતીની શનિવારે ભવ્ય ઉજવણી

રાજકોટ તા. 16
બૌધિસત્વ આંબેડકર બુધ્ધ વિહાર ટ્રસ્ટ- રાજકોટ તથા તમામ સામાજીક સંગઠનોના સહયોગથી વૈશાખી બુધ્ધ પુર્ણીમા મહોત્સવ- 2019નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા. 18/5/2019 શનિવારના રોજ મહાકારૂણી તથાગત ગૌતમ બુધ્ધની 2563ની જન્મજયંતી મહોત્સવ નીમીતે ઉપરોકત સંસ્થા દ્વારા ભવ્ય શોભાયાત્રા તથા ધમ્મદેશમના અને રાત્રે મહાપુરૂષોના ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
ભવ્ય શોભાયાત્રા શનિવારે સવારે 9 કલાકે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સીવીલ હોસ્પિટલ ચોકથી શરૂ થશે. ત્યાંથી જુબેલી ગાર્ડનમાં મહાત્મા જયોતિબા ફુલેની પ્રતિમાને ફુલ હાર કરી ત્રીકોણ બાગ, ડો.યાજ્ઞિક રોડ થઇ અકીલા ચોક, જીલ્લા પંચાયત ચોક ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તથા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલ હાર કરી અશોક સ્થંભને પુષ્પ વર્ષા કરી કિશાન પરા ચોક અંડર બ્રીજ થઇને કોટેચા ચોક, કાલાવડ રોડ, કણકોટ પાટીયાથી બુધ્ધ વિહાર સુધી જઇ પુર્ણ થશે. ધમ્મદેશના સાંજે 6 કલાકે બુધ્ધક વિહાર ખાતે યોજાશે અને સાંજે 7 કલાકે બુધ્ધ વિહાર નિર્માણમાં સહયોગ આપનાર સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવશે તેમજ રાત્રે 9 કલાકેથી કલાકાર પ્રખ્યાત ભીમ ભજનીક વિજયભાઇ ચૌહાણ તથા તેમના સાજીન્દા વૃન્દ હાજરી આપશે તથા તથાગત ઓરકેસ્ટ્રાના યુવાન મિત્રો કલા પીરશસે.
શનિવારે બપોરે તથા સાંજે મહેમાનો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. વૈશાખી બુધ્ધ પુર્ણીમા મહોત્સવ 2019ના કાર્યક્રમને સફળ બનાવવા માટે મોહનભાઇ રાખૈયા (ટ્રસ્ટ પ્રમુખ), ડાયાભાઇ સેઠીયા (મહામંત્રી), રવજીભાઇ પરમાર (ખજાનચી), રમેશભાઇ મકવાણા, છગનભાઇ ચાવડા, ગૌતમ ચક્રવતી, વલ્લભભાઇ ડેંગડા (લીગલ એડવાઇઝર), જીતેન્દ્ર મહીડા, ડાહ્યાભાઇ ચાવડા, હર્ષદ સોલંકી, બોધીરાજ બૌધ્ધ, છગનભાઇ ચંદ્રપાલ, કમલેશ પારઘી, હેમન્ત પારઘી, ક્રિપાલ બૌધ્ધ, કાન્તીભાઇ બગડા, રમેશ મુંઘવા, મનુભાઇ પરમાર, મનસુખભાઇ ચાવડા, નરેન્દ્ર રાઠોડ, હેતલ પરમાર, લક્ષ્મી સોલંકી, દીપંકર સુમન, હરેશ મનદર્શક, સંકેત રાઠોડ, જેન્તીભાઇ સોલંકી, મુકેશ સારીખડા, જયેશ પરમાર, દુર્લભ ગોહેલ, નરેશ પરમાર, એડ. પ્રિયંકા રાખૈયા, મીલન બાબરીયા, અનિલ વિજુડા, ડો.એન.પી.પરમાર, પી.યુ.મકવાણા, જે.વી.મકવાણા, પ્રકાશ રાખોલીયા, અજય રાઠોડ, દિનેશ પડાયા, વિનોદ વાઘેલા, મોહનભાઇ મેરીયા, આનંદ ચાવડા, સી.ડી.ચાવડા, અનિત્ય બૌધ્ધ, રાજાભાઇ વાઘેલા, ગૌતમ ભારતી, હિતેષ રાઠોડ, પુનાભાઇ સોલંકી, વિનુભાઇ વણોલ, ખોડાભાઇ રાઠોડ, મોહનભાઇ રાઠોડ, ધનજીભાઇ ગોહેલ, મનોજભાઇ ચૌહાણ, કિરણભાઇ રાખસીયા, કમલેશ રાઠોડ, વગેરે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.
વૈશાખી બુધ્ધ પુર્ણીમા મહોત્સવમાં પધારવા રાજકોટ શહેરની જનતાને ગુજરાત મિરરની મુલાકાતે આવેલા ટ્રસ્ટના સેવાભાવી લોકોએ અનુરોધ કર્યો છે.