પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરીશ્ર્વરજી મ.સા.May 16, 2019

  •  પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરીશ્ર્વરજી મ.સા.

મારી દુકાનમાં સારો માલ છે, તમે સારા ભાવથી વસ્તુ વેચો છો. કોઇ ગ્રાહકને કલાક સુધી સમજાવ્યા બાદ પણ તે વસ્તુ નથી લેતો અને બાજુની દુકાનમાં ચાલ્યો જાય છે અને કાંઇ જ રકઝક કર્યા વગર વસ્તુની ખરીદી કરીને ચાલ્યો જાય છે હવે તમે શું વિચારશો?
પહેલી વાત કે જયાં તમને નિષ્ફળતા મળે છે ત્યાં નકકી કરી લો કે મારું પુણ્ય ઓછું પડે છે બીજી વાત પુણ્ય પર્યાપ્ત હોવા છતાં નિષ્ફળતા મળે ત્યારે પુરુષાર્થ ઓછો પડે છે. દરેક વખતે પુણ્ય ઓછું હોય છે એવું નથી કયારેક પુરુષાર્થ પણ ઓછો પડે છે. હવે પ્રશ્ર્ન એ થાય કે પુણ્ય ઓછુ છે કે પુરુષાર્થ એ કઇ રીતે ખબર પડે? તમારી મર્યાદા સુધીનો પુરુષાર્થ કર્યા પછી પણ જો સફળતા ન મળે તો ચોકકસ તમારું પુણ્ય ઓછું છે એમ માનવું.
એક વખત જરૂરિયાતના સમયમાં શેઠાણીએ શેઠને રાજા પાસે જવા કહ્યું શેઠે ઇન્કાર કર્યો કે રાજા મદદ માટે પશુુ જ આપે છે છતાં શેઠાણીના આગ્રહથી શેઠ રાજા પાસે ગયા. રાજાએ એક ગર્ભવતી ગાય શેઠને આપી શેઠ પાછા ફર્યા સમય પસાર થતો ગયો. ગાયે વાછડાને જન્મ આપ્યો અને શેઠનો દૂધનો વ્યાપાર ચાલવા લાગ્યો એક દિવસ સામેથી રાજાએ શેઠને બોલાવ્યા. શેઠે હાથ જોડીને
કહ્યું કે હે રાજન! હવે મારે કાંઇ જ જરૂરત નથી રાજાએ તેને પોતાના સિંહાસન પર બેસાડી દીધા અને જણાવ્યું કે જયારે તમારે જરૂરિયાત હતી ત્યારે હું બકરી, ભેંસ વગેરે આપતો હતો જેનથી તમારી કોઇ પ્રગતિ
થતી નહોતી અને જયારે ગાય આપી ત્યારે
આ દિવસ જોવાનો વારો આવ્યો છે પરંતુ સાચી વાત એ હતી કે ત્યારે તમારું પુણ્ય કર્મ નહોતું ત્યારે ગાય આપત તો પણ પરિસ્થિતિમાં ફેર ન પડત. અત્યારે જે આપ્યું તે ટકી ગયું એટલે જ હું તમને મારું રાજ સિંહાસન આપવા માંગુ છું
એક વાત યાદ રાખો કે પુણ્ય ઓછું હોય ત્યારે પુરુષાર્થ વધુ ન કરતાં, કપડામાં ન જામ્યું તો લોખંડમાં ગયા તેમાં ન જામ્યું તો શેરમાર્કેટમાં ગયા પણ જો પુણ્યકર્મ નહીં હોય તો પુરુષાર્થનું પણ પરિણામ નહીં મળે.

 
 
 

Releted News