પોલીસના સ્વાંગમાં યુવતી સહિત બે શખ્સે પ્રૌઢ પાસે 1.10 લાખ પડાવ્યાMay 16, 2019

  • પોલીસના સ્વાંગમાં યુવતી સહિત બે શખ્સે પ્રૌઢ પાસે 1.10 લાખ પડાવ્યા

 પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીની શોધખોળ
ખંભાળિયા તા,16
ખંભાળિયામાં એક યુવતીએ દ્વારકાના 53 વર્ષીય અને દસ સંતાનોના પિતા એવા એક પ્રૌઢને પોતાની માયાજાળમાં ફસાવી, ડુપ્લીકેટ પોલીસ બનેલા બે યુવાનોની મદદથી રૂા.1.10 લાખનો તોડ કરાયાની ધોરણસર ફરીયાદ આખરે અહીંની પોલીસમાં નોંધાવવામાં આવી છે. આ પ્રકરણના આરોપીઓ હાથવેંતમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
ખંભાળિયાના આ ચકચારી પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલ વિગત મુજબ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અને મચ્છીના વેપાર સાથે સંકળાયેલા એવા હાલ આઠ સંતાનોના પિતા ઈશાભાઇ અબ્દુલભાઇ ઈસબાણી નામના 53 વર્ષના મુસ્લીમ પ્રૌઢને આશરે અઢીથી ત્રણ માસ પહેલાં તેમના મોઈબાલ નંબર 99741 89886 ઉપર એક ફોન આવ્યો હતો.
સામેથી મીઠી મધુરી ભાષામાં બોલતી એક યુવતીએ પોતાનું નામ અફસાના કે આશીયાા જેવુ ઉચ્ચાર્યું હતું અને ફોન કરતી યુવતીએ થોડા દિવસ પહેલા તમે મને પસંદ છો મારે તમારી સાથે મિત્રતા કરવી છે. એમ કહી યુવતીએ ઈશાભાઇને ખંભાળિયા બોલાવ્યા હતા.
અહી તેઓએ અહીં ઠંડાપીણા અને આઈસ્ક્રીમની સાથે મોજ માણી છુટા પડ્યા હતા. બાદમાં આશરે વીસેક દિવસ પહેલા યુવતીએ ઈશાભાઇને પુન: અહીં મળવા
(અનુસંધાન પાના નં. 8)
બોલાવ્યા હતા. પછી તા.4/5/19ના દિને રમજાન મહિનો હોવાથી તેણીએ ઈશાભાઇને અહીં બોલાવતા તેઓ પોતાના વાહન મારફતે અહીં દોડી આવ્યા હતા.
ખંભાળિયામા પોરબંદર રોડ પર આવેલી એક દરગાહ પાસે યુવક અને પ્રૌઢ મળ્યા બાદ યુવતીએ ઢળતી સાંજે પ્રૌઢને રસ્તાના ખુણે ઝાડી જેવા સ્થળે લઇ ગયા હતા. જયાં પ્રેમાલાપ કરતી વખતે એકાએક 8787 નંબરના મોટર સાયકલ પર બે શખ્સો ધસી આવ્યા હતા.
બાઈકમાં પોલીસની જેમ લાકડી ટીંગાડીને આવેલા આ બે શખ્સોએ પોલીસના ડી સ્ટાફમા હોવાનું તથા એક શખ્સે પોતાનું ામ રાજભા હોવાનું જણાવી. તમે અહીં શું ઉભા છો. કયાંથી આવ્યા છો વિગેરે પુછતાછ કરી, ઈશાભાઇને બે થપ્પડ મારીને ભય ફેલાવ્યો હતો. આટલું જ નહીં, પોલીસા સ્વાંગમાં આવેલા બે શખ્સોએ તને પુરી દેવો છે, તારા પર કેસ કરવો છે તેમ કહી પતાવટ કરવા રૂા. બે લાખની માંગણી કરી હતી. આખરે રૂા. એક લાખમા સમજૂતી થયા બાદ બન્ને શખ્સોએ ઈશાભાઇના ખીસ્સામાં રહેલા રૂા. પાંચ હજાર કાઢી લીધા હતા એ બાકીના પૈસા માટે જામીન રૂપે તેમની ગાડી લઇ લીધી હતી.
બાદમાં તા.6મેના રોજ 91069 79492 ઉપરથી ફોન કરી, આરોપીએ ઈશાભાઇને ખંભાળિયા બોલાવીને રૂા. 85 હજાર પડાવ્યા હતા. પછી બાકીના 15 હજારના બદલે તા.12મીના રોજ 20 હજાર લીધા હતા.
આમ રૂા. 1 લાખ 10 હજાર લીધા પછી પણ અવાર નવાર ફોન તથા ધમકીઓનીથી કંટાળી, ઈશાભાઇએ તપાસ કરતા તેઓ હનીટ્રેપમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું.
આથી આખરે તેઓએ અહીાં પોલીસ મથકે દોડી જઇ આપવીતી વર્ણવતા પોલીસે આશીયાના કે અફસાના નામની યુવતી ઉપરાંત બે શખ્સો સામે આઈ.પી.સી. કલમ 170, 384, 120 (બી), 506, 114 મુજબ ગુનો નોંધી, તપાસ હાથ ધરી છે. આ પ્રકરણના આરોપીઓ સંદર્ભે પોલીસને મહત્વની કડીઓ મળી જતાં હવે ટુંક સમયમાં જ આરોપીઓ ઝડપાઈ જશે તેવી આશા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.