જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીની સીટ પર કોંગ્રેસ જીતશે: રિપોર્ટMay 16, 2019

  • જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીની સીટ પર કોંગ્રેસ જીતશે:  રિપોર્ટ

ક્ષ વિધાનસભા ચૂંટણીની જેમજ સૌરાષ્ટ્રમાં ભાજપને ફટકો પડવાનો અંદાજ
રાજકોટ તા. 16
લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને ગણતરીના દિવસોની વાર છે ત્યારે ગુજરાતમાં ઈંઇ દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો હતો. આ સર્વેમાં 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામની સરસાઈના આંકડાઓને લોકસભા બેઠકદીઠ વિભાજન કરીને તારણ કાઢવામાં આવ્યું છે. આઇબીના સર્વે અનુસાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ 26માંથી 5 બેઠક પર અને ભાજપને 21 બેઠક પર કબજો કરી શકે છે. કોંગ્રેસ જૂનાગઢ, આણંદ, અમરેલી, સુરેન્દ્રનગર અને પાટણીની સીટ પર જીતી શકે છે. આઇબી રિપોર્ટ મુજબ જૂનાગઢમાં મોટી સરસાઇથી કોંગ્રેસ જીત મેળવી શકે છે
આઇબીના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, લોકસભાની 26
(અનુસંધાન પાના નં. 8)
બેઠકોમાંથી 8 બેઠકો એવી છે કે, જ્યાં કોંગ્રેસ ભાજપ કરતા આગળ ચાલી રહી છે પરંતુ આ 8માંથી 3 સીટો પરથી કટોકટીની સ્થિતિ હોવાના કારણે ભાજપ બાજીમારે તેવી પણ સંભાવનાઓ રહેલી છે અને 18 બેઠકો એવી છે કે, જેના પર ભાજપની જીત નક્કી છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી સમયે પાટીદાર ફેક્ટર કામ કર્યું હોવનાં કારણે ભાજપને સૌરાષ્ટ્રમાંથી ફટકો પડ્યો હતો અને તેનો સીધો લાભ કોંગ્રેસને થયો હતો. જોકે, હવે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે જેના કારણે અલ્પેશ ઠાકોરની સાથે સંકળાયેલા સમાજના લોકો કોંગ્રેસને સમર્થન કરશે નહીં એટલે કોંગ્રેસને પણ ક્યાંકને ક્યાંક લોકસભાની ચૂંટણીમાં નુકસાન જવાની સંભાવનાઓ રહેલી છે, તો બીજી બાજુ સૌરાષ્ટ્રની એક લોકસભા બેઠક પરથી હાર્દિક પટેલે ચૂંટણી લડવાની તૈયારી બાતાવી હતી, પરંતુ હાર્દિક પર થયેલા કેસના કારણે હાર્દિક લોકસભાની ચૂંટણી લડી શક્યો નહીં એટલે લોકસભાની ચૂંટણીમાં એક સાથે બે ફટકા પડ્યા છે. પરંતુ કોંગ્રેસની અમરેલી, આણંદ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને પાટણ આ પાંચ સીટ એવી છે કે, જેના પર કોંગ્રેસની પકડ મજબૂત છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કટોકટીની સ્થિતિ સર્જાય તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. જૂનાગઢમાં ભાજપના સૂપડાસાફ
થવાની દહેશત પરિણામ આડે હવે માત્ર 7 દી’ બાકી
લોકસભાની સામાન્ય ચૂંટણી હવે પૂર્ણ થવાના આરે છે અને મતગણતરી આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તેથી ચૂંટણી વિભાગે મતગણતરી માટેની તૈયારીઓ પુરજોશમાં હાથ ધરી છે. મતગણતરી માટે સરકારી કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે તેથી ઘણા સરકારી કર્મચારી ફરી ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત થઈ જશે તેમ જણાય રહ્યુ છે. ચૂંટણીનુ પરિણામ જાણવા લોકો આતૂર બન્યા છે અને રાજકીય પક્ષોની ઉત્સુકતા વધી ગઈ છે.