225 ગ્રાહક પાસેથી પ્રીમિયમ ઉઘરાવી વીમા એજન્ટ પ19.60 લાખ હજમ કરી ગયોMay 16, 2019

  • 225 ગ્રાહક પાસેથી પ્રીમિયમ ઉઘરાવી  વીમા એજન્ટ પ19.60 લાખ હજમ કરી ગયો

 અતુલ મોટર્સના ઈઊઘએ
ઠગાઈની ફરિયાદ નોંધાવતા ધરપકડ
રાજકોટ તા,16
રાજકોટના ટાગોર રોડ ઉપર આવેલ અતુલ મોટર્સના સીઈઓએ મારૂતિ કંપનીના વેચાતા વાહનોની વિવિધ કંપનીઓની વીમા પોલીસીની રકમ ઉઘરાવવા રાખેલ એકઝીકયુટીવ 225 ગ્રાહકોના 19.60 લાખ ઓળવી જતા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના એરપોર્ટ રોડ ઉપર ગીત ગુર્જરી સોસાયટીમાં રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટાગોર રોડ ઉપર આવેલ અતુલ મોટર્સ પ્રાઇવેટમાં સીઈઓ તરીકે ફરજ બજાવતા સમર્થભાઈ અતુલભાઈ ચાંદ્રાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ દ્વારા મારૂતિ કંપનીના વાહનોનું વેચાણ કરવામાં આવે છે આ વાહનોમાં વીમા અંગે મારૂતિ કંપનીની વીમા અંગેની અલગ અલગ વીમા કંપનીઓની ડીલરશીપ પણ પોતાની પાસે જ છે જે વાહન વેચાય તે ગ્રાહક પાસેથી વિમાની કાર્યવાહી કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે અને કંપનીમાં જમા કરવામાં આવે છે આ કામ માટે વિષ્વનગર મહાદેવ પાસે રહેતો પાર્થ રજનીકાંતભાઈ ઠાકર નામનો યુવક પોતાની સ્વેચ્છાએ લેખિતમાં બોન્ડ આપી નોકરીએ રહ્યો હતો દરમિયાન 2016થી 2018ના સમયગાળા દરમિયાન જુદા જુદા 225 જેટલા ગ્રાહકો પાસેથી વાહનના વિમાની 19,60,599 રૂપિયા જેટલી રકમ ઉઘરાવી કંપનીમાં જમા કરાવવાને બદલે ઓળવી ગયા હતા આ અંગે અનેક વાર વાતચીત કરી પૈસા જમા કરાવવાનું સમજાવ્યું હોવા છતાં

પૈસા જમા કરાવવાને બદલે ભાગી જતા અંતે ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એ જી અંબાસણા સહિતના સ્ટાફે ઠગ શખ્સને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.