કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફેશનના જલવાMay 16, 2019

  • કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફેશનના જલવા
  • કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફેશનના જલવા
  • કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફેશનના જલવા

72મા કાન ફિલ્મ ફેસ્ટિવલ 2019ની ધામધૂમ સાથે શરુઆત થઈ ચૂકી છે. આ સાથે જ શરુ થઈ ચૂક્યા છે રેડ કાર્પેટ પર દુનિયાભરની સુંદર અભિનેત્રી અને મોડેલ્સના જલવા. 25 મે સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં પહેલા દિવસે રેડ કાર્પેટ પર કેવા જલવા પથરાયા તે જુઓ.... કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ધ ડેડ ડોન’ટ ડાય ના સ્ક્રિનિંગ પર પહોંચી ડચ મોડેલ રોમી સ્ત્રાઇદ. પોતાની સુંદરતાને કારણે રેડ કાર્પેટ પર છવાઈ ગઈ અમેરિકન સિંગર અને એક્ટ્રેસ સેલેના ગોમેઝ. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચેલી અમેરિકન એક્ટ્રેસ એવાની અદાને જોઈ બધા દીવાના બની ગયા. કાન ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર બ્યુટી અને બોલ્ડનેસ સાથે આ એક્ટ્રેસીસને જોઈ સૌ કોઈની નજર તેમના પર ચોંટી ગઈ હતી. બોટલ ગ્રીન કલર ગાઉનમાં જૂલિયન મૂરનો અંદાજ એટલો જ કાતીલ લાગી રહ્યો હતો. જબરજસ્ત રહ્યો આ ફિલ્મ ફેસ્ટિવલનો પહેલો દિવસ બ્રાઝિલિયન મોડેલ એલેઝેન્ડ્રા એમ્બ્રોસિયો ‘ધ ડેડ ડોન’ટ ડાયના સ્ક્રીનિંગમાં કઈંક આ અંદાજમાં પહોંચી હતી. કાનની ઓપનિંગ સેરેમનીમાં હસીનાઓએ રેડ કાર્પેટ પર પોતાની સુંદરતાનો જલવા પાથર્યા હતા.