હાર્દિકના ટેલેન્ટ પર સેહવાગ આફરિનMay 16, 2019

  • હાર્દિકના ટેલેન્ટ પર સેહવાગ આફરિન

નવી દિલ્હી તા.16
ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા પાસે ક્રિકેટનો કસબ છે જેની ભારતની ક્રિકેટ ટીમમાં કોઈ બરોબરી કરી શક્તું નથી, એમ રાષ્ટ્રના ભૂતપૂર્વ ફટકાબાજ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દર સેહવાગનું કહેવું છે. સેહવાગના કહેવા પ્રમાણે હાર્દિક તાજેતરના સમયમાં એવો ખેલાડી બન્યો છે કે જેની કોઈ સાથે બદલી કરી શકાતી નથી.
હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ધનિક આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની ટી-20 સ્પર્ધાનું ચોથું વિજેતાપદ જીતવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિકે તેના 15 દાવમાં કુલ 402 રન કરી 191.42 રનની સ્ટ્રાઈક-રેટ પ્રાપ્ત કરી હતી અને તેનો શ્રેષ્ઠ વ્યક્તિગત બેટિંગ દેખાવ 91 રનનો રહ્યો હતો. હાર્કિક પંડ્યાના ક્રિકેટ કસબની નજીકમાં પણ કોઈ ખેલાડી બેટિંગ કે બોલિંગમાં આવી શકતો નથી, એમ સેહવાગે એક વેબસાઈટને મુલાકાતમાં કહ્યું હતું.હાર્દિકની આગામી વર્લ્ડ કપ માટે ભારતની 15-સભ્યની ટીમમાં પસંદગી થઈ છે અને આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં તેના તરફથી ભવ્ય ઓલ-રાઉન્ડ પ્રદર્શનની આશા કરાય છે.