ગોંડલના મોટા દડવા ગામે લુહાર યુવાન પર આહીર શખ્સોનો હુમલોMay 16, 2019

 ભત્રીજો આરોપીની બહેનને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી ધોકા-પાઇપથી હુમલો કરી ધમકી આપી
રાજકોટ : ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે લુહાર યુવાન પર આહીર શખસોની ધોકા-પાઇપથી હુકલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસ ચોપડી નોંધાઇ છે. ભત્રીજો આરોપીની બહેનને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હતો મોટા દડવા ગામે રહેતા અને હાલ સુરત રહેતા સુરેશભાઇ દેવશીભાઇ પરમાર (ઉ.વ.45) નામના લુહાર યુવાને આટકોટ પોલીસ મથકમાંથી નોધવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિતેશ પ્રભાત ચાવડા વિશાલ ધરમન ચાવડા, રાહુલ પ્રભાત ચાવડા અને જનક ધરમન ચાવડાના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદને ભત્રીજો ધવલ બે વર્ષ પહેલા આરોપી હિતેશની બહેનને ભગાડી ગયો હોય જે બાબતોને પાર રાખી ધોકા પાઇપની હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.