પરિણીત મહિલા-પુરૂષે મૈત્રીકરાર કરતા પરિવારો વચ્ચે મારામારીMay 16, 2019

 પાઈપ, લાકડીથી હુમલો, ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા: સામસામે ફરીયાદ
જૂનાગઢ : મેંદરડાના નાજાપુર છતરીયા ગામની એક પરીણીત મહિલાએ મૈત્રી કરાર કરી લેવાના મનદુ:ખે પરીણીતાના પતિ તથા મૈત્રી કરાર કરી લેનાર યુવકના પરીવારજનો બાખડી પડતા પાઈપ સહિતના સાધનો વડે એકીબજાના ઉપર હુમલો કરી ઈજાઓ કર્યાની ઘટના પોલીસ ચોકીએ પહોચવા પામી છે. મેંદરડાના સુરજગઢ ગામે રહેતા ચંદુ ગોકળભાઇ રાઠોડ નાજાપુર છતરીયા ગામના બાધાભાઇ અરજણભાઇ સોલકીની પત્ની નીતા સાથે સાતેક મહીના અગાઉ મૈત્રીકરાર કરી લીધા હતા. જેના મનદુ:ખમા અમરાભાઇ, બાધાભાઇ, વાલભાઇ તથા જગાભાઇએ લોખંડના પાઈપ અને લાકડી વડે યુવક ચંદુભાઇના મોટાભાઇ હરસુખભાઇ ગોકળભાઇ રાઠોડ ઉપર હુમલો કરી ઈજા કર્યાની મેંદરડા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે. જયારે સામા પક્ષે નાજાપુર છતરીયા ગામના વાલાભાઇ અરજણભાઇ સોલકીએ સુરજગઢના હરસુખ ગોકળભાઇ રાઠોડ સામે વાલાભાઇના ભાઇ બાધાભાઇની પત્ની સાથે ચંદુએ મૈત્રીકરાર કરી લીધેલ જેના કારણ મનદુ:ખ ચાલતું હતું. ત્યારે ઉશ્કેરાઈ જઇ હરસુખ રાઠોડે લાકડી વડે હુમલો કરી ઈજાઓ કર્યાની પોલીસમાં ફરીયાદ કરી હતી.