ક્ધટેનરમાં દારૂની હેરફેર માટે 3 ફુટનું ‘ચોરખાનું’May 16, 2019

  • ક્ધટેનરમાં દારૂની હેરફેર માટે 3 ફુટનું ‘ચોરખાનું’

 પડધરીની નજીક વિસામણની સીમમાં પોલીસનું ઓપરેશન: ચોરખાનામાંથી 6 લાખનો દારૂ ઝડપાયો: એક બુટલેગર જબ્બે
રાજકોટ : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસને ‘ભુ’ પાવા બુટલેગરો અવનવા કિમીયા શોધી કાઢતાં હોય છે. અજીબો ગરીબ તરકીબ થી દારૂની હેરફેરનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે તાયરે પડધરી નજીક વિસામણ ગામની સીમમાં આઇસરમાં બનાવેલા ચોર ખાનામાં દારૂ રાખી હેરફેર થતી હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોઇને ‘વાસ’ પણ ન આવે તેવું ચોરખાનું બુટલેગરોએ બનાવ્યું હતું. આ ચોરખાનું મજબુત પણ એટલું હતું કે તેને તોડવા પોલીસને કટર માંગવજી પડી હતી. ચોરખાનામાંથી પોલીસે રૂા. 6 લાખની કિંમતનો 170 પેટી દારૂ મળી કુલ 14.69 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસને મળેલ ખાનગી હકીકત આધારે વીસામણ ગામની સીમમાં વોચ ગોઠવી હકીકત આધારે વિસામણ ગામની સીમ હનુમાન મંદિર પાસેથી આઇસર રજી નં. જીજે19એકસ2829માં આગળના ભાગે બનાવવામાં આવેલ ચોરખામના માંથી પરપ્રાંતીય ભારતીય બનાવટફના ઇંગ્લીશ દારૂની એપીસોડ વ્હીસકી કાચની શીલપેક બોટલ નં. 2040 પેટી નં. 170 કિ.રૂા. 6,12,000/- તથા એક અલ્ટો કાર નંબર વગરની કિ.રૂા. 1,50,000/- તથા મોબાઇલ નંગ - 2 કિ.રૂા. 7,000/- મળી કુલ કિ.રૂા. 14,69,000/- ના મુદામાલ સાથે પડધરી પો.સ્ટેશનના ત્રણ તથા રાજકોટ જામનગર જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હાના નાસતા ફરતા આરોપી વિજયસિંહ સજુભા જાડેજા જાતે દરબાર (ઉ.વ.26) રહે. વિસામણ ગામ વાળાને પકડી પાડી તેમજ નાશી જનાર ઇસમો વિરૂધ્ધમાં પ્રોહી એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પો.સબ ઇન્સ. જે.વી.વાઢીયા તથા પો.હેડ કોન્સ. જયદીપસિંહ ચૌહાણ, વકારભાઇ અરબ, રણજીતભાઇ, ફીરોઝભાઇ તથા પો.કોન્સ.યુવરાજસિંહ, પ્રભાતભાઇ, પુષ્પરાજસિંહ, બ્રિજરાજસિંહ, અયુબભાઇ, કૃપાલભાઇ, જયેન્દ્રસિંહ, ડ્રાઇવર જગતસિંહ વિગેરે જોડાયા હતાં.