જામનગર મનપા હસ્તકનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ કરાયોMay 16, 2019

જામનગર તા,16
જામનગર મહાનગરપાલિકા હસ્તકનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થતા મહાપાલિકાએ તેમના ઉત્પાદીત થતું પાણી બાંધકામ ક્ષેત્ર નજીવા ચાર્જમાં તથા પર્યાવરણ અને બગીચાઓ માટે મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખા હસ્તકનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ગાંધીનગર સ્મશાન નજીક કાર્યરત છે તો આ પ્લાન્ટમાં શુધ્ધિકરણ થયેલું પાણી ગાર્ડન હેતુ તેમજ બાંધકામ હેતુ માટે વપરાશમાં લઇ શકાય તેમ છે. આ પાણીને જામનગર શહેર અને તેની આજુબાજુ આવેલા ઔદ્યોગિક એકમો માટે બાંધકામમાં અને ગાર્ડનીંગ કામમાં ઉપયોગ લેવા અંગે જામનગર શહેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પાણી એસટીપી પરથી વનીકરણ, બગીચાઓ પર્યાવરણ વગેરે માટે મફત છ. બાંધકામ હેતુ માટે 5 હજાર લીટર ટેન્કર માટે રૂા. 50 અને 10,000 લીટર ટેન્કર માટે રૂા. 100 ટોકન ચાર્જ લેવામાં આવશે.