ભાવનગરમાં 100 ગ્રામ : ગાંજા સાથે શખ્સ ઝબ્બે અમદાવાદથી પાર્સલમાં ગાંજો મંગાવ્યાMay 16, 2019

ભાવનગરમાં 100 ગ્રામ : ગાંજા સાથે શખ્સ ઝબ્બે અમદાવાદથી પાર્સલમાં ગાંજો મંગાવ્યા’નો ભાવનગર તા.16 ભાવનગરમાંથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક નબીરાને ઝડપી લીધો હતો. ગાંજા અમદાવાદથી ભાવનગર આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. મળતી વિગતો મુજબ ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.આઇ. બારોટ અને સ્ટાફ પૂર્વે બાતમીને આધારે એક ખાનગી લકઝરી બસમાં અમદાવાદથી આવેલ ગામના પાર્સલ લઇ પોતાના એકટીવા સ્કુટર ઉપર જઇ રહેલ શહેરનાં સરદારનગર પન્ના પાર્ક ફલેટમાં રહેતા મનન વિરલભાઇ શાહ (ઉ.વ.19) ને 100 ગ્રામ ગાંજાના પેકેટ સાથે ઝડપી લઇ પુછપરછ કરતા આ યુવાને આ ગાંજો અમદાવાદથી નારણ કેશાભાઇ સોલંકીએ મોકલ્યો હોવાનું જણાવતા પોલીસે બન્ને વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.