જૂનાગઢના દોલતપરા નજીક સિંહ નીકળ્યો લટાર મારવાMay 16, 2019

  • જૂનાગઢના દોલતપરા નજીક સિંહ નીકળ્યો લટાર મારવા

જુનાગઢ તા.16
જૂનાગઢના દોલતપુરા નજીક આવેલા વન વિસ્તારમાં ઇન્દ્રેશ્વર મંદિર પાસેના રોડ ઉપર એક સિંહ બિન્દાસ લટાર મારતો હોવાનો અને બાદમા આ સિંહે વન કર્મીને જોઇ જતા જંગલ તરફ જતો રહ્યોં હોવાનો એક વીડિયો સોસીયલ મીડિયા દ્વારાવાયરલ થવા પામતા લોકોમાં કુતૂહલ પ્રસર્યું છે.
જૂનાગઢમાં સોશિયલ મીડિયા ઉપર 1.4 મિનિટનો એક વિડીયો વાયરલ થવા પામ્યો છે આ વીડિયોમાં એક સિંહ બિન્દાસ રીતે રોડ ઉપર લટાર મારતો જોવા મળી રહ્યો છે તથા આ સિંહે એક વન કર્મીને જોઇ જતા રોડ ઉપરથી સીધુ જ વનમાં જવાનું મુનાસીબ માની વનમાં પરત ફરવાનું માન્યું હોય તેમ વન ભણી જતો હોવાનું અને આ સિંહની માત્ર પાંચથી છ ફૂટ દૂર એક વનકર્મી તેમની પાછળ પાછળ જઈ અને સિંહને જંગલ વિસ્તારમાં છોડવા જતો હોવાનું જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં સિંહ ઇન્દ્રેશ્વર મંદિર તરફથી રોડ ઉપર આવતો હોવાનું અને એ જ સાઈડ માંથી બે અન્ય વ્યક્તિઓ પણ આવતા હોવાનું જોવા મળી રહ્યું છે. તો આ સિંહને જોઈને હાજર લોકોએ કુતૂહલ વસ વનરાજાને રોડ ઉપર લટાર મારતા મનભરીને જોયા હોય તેવા અવાજો પણ આવી રહ્યા છે તથા કેમેરામાં વિડીયોગ્રાફી કરી સોસીયલ મીડિયામાં વાયરલ કરતા લોકોમાં ભારે કુતુહલ ફેલાયું છે, જો કે આ વિડીઓ ક્યારનો છે એની કોઈ પુષ્ટિ થવા પામી નથી.