દલિતો ઉપર અત્યાચારના વિરોધમાં સોમનાથમાં સંગઠન દ્વારા રજૂઆતMay 16, 2019

પ્રભાસપાટણ, તા. 16
રાજસ્થાનનાં અલવાર વિસ્તારમાયં દંપતીને રસ્તામાં આંતરી લુંટ ચલાવી તેમની પત્નીને સરાજાહેર અપનાનરીત કરી સામુહિક બળાત્કાર કરેલ પોલીસે ચુટણીનું કારણ બતાવી ફરીયાદ લેવાની આનાકાની કરેલ. આ ઉપરાંત ગુજરાત રાજયમાં બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમને લઈ 3 યુવકો દ્વારા અનુ.જાતિની 18 વર્ષની દિકરીને જાહેરમાં અપમાનીત કરી હત્યા કરેલ તેમજ મહેસાણા જીલ્લામાં લ્હોર ગામમાં અનુ.જાતી સાજ દ્વારા લગ્નપ્રસંગે વરઘોડો કાઢતા ગામ દ્વારા સામુહિક વરઘોડો અટકાવી તેમજ પ્રાંતીજ ગામાં અનુ.જાતિનો સામુહિક બહિષ્કાર કરી જીવન જરૂરી ચીજ વસ્તુઓ ન આપવાનુ ફરમાન બહાર પાડી બહિષ્કાર કરેલ આ ઉપરાંત ગુજરાતમાં અસામાજીક તત્વો અને દબંગો દ્વારા બંધારણ વિરોધી માનસીકતા ધરાવતા લોકો બેફામ બની નબળી જાતીના અને મહિલાઓની વિરૂદ્ધમાં નાના નાના પ્રસંગોમાં અને જાતિવાદી માનસીકતા ધરાવતા આ દેશના અને ગુજરાતનાં દબંગો જાહેરમા અત્યાચારો કરી રહેલ છે. આવી ઘટના પાછળ સરકાર અને તંત્રની કયાંકને કયાંક બેદરકારી સામે આવેલ છે જેમાં લ્હોર ગામમાં જાહેરમાં ડીવાયએસપી ફાલ્ગુની પટેલ દ્વારા દલીત યુવાનોને જાહેરમાં ધમકાવવામાં આવે છે આવા જાતિવાદી અને બંધારણ વિરોધી અધિકારીને તત્કાલીન સસ્પેન્ડ કરવામાં આવે અને ગુજરાત અને દેશમાં બંધારણની રીતે લોકો સમાનતાથી જીવી શકે તેવુ વાતાવરણ બનાવવું અન્યથા અનુ.જાતિ અને જનજાતિના લોકો દ્વારા તંત્ર અને સરકાર વિરૂદ્ધનાં આ કાર્યક્રમ અને શાંતિ અને સલામતી જોખમાય તેવા કાર્યક્રમોના છુટકે કરવા પડશે અને મહિલાઓને ન્યાય મળે તેવી અપેક્ષા સાથે સૌરાષ્ટ્ર દલીત સંગઠનના હોદેદારો તેમજ આગેવાનો દ્વારા ડે.કલેકટરનાં માધ્યમથી રાષ્ટ્રપતિને રજુઆત કરેલ તેમ સૌરાષ્ટ્ર દલિત સંગઠન ગીર સોમનાથનાં ઝોનલ સંયોજક ગોવિંદભાઈ ચાવડાની યાદીમાં જણાવેલ.