દીવમાં પીધેલા કારચાલકે સર્જી અકસ્માતની હારમાળા, મહિલાને ઇજાMay 16, 2019

  • દીવમાં પીધેલા કારચાલકે સર્જી અકસ્માતની હારમાળા, મહિલાને ઇજા

દિવ તા.16
દીવ ઘોઘલા બ્રીજ ઉપર દારૂના નશામાં ઇકો ગાડીના ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા ગાડી પુલ ની રેલીંગ સાથે અથડાઇ હતી. સદનસીબે આ સમયે કોઇ વાહન પસાર થયેલ નહિં અને ઇકો ગાડી પણ પુલની રેલીંગ સાથે અટકી જતા મોટી જાનહાની ટળી હતી. ભાવનગરથી દીવ આવેલ પર્યટકોએ દીવ ફર્યા બાદ ભાવનગર જતા સમયે દીવ પુલ ઉપર સવારે પસાર થતી ઇકો ગાડી જીજે-04-ડીએ1038 માં નવ નાના-મોટાબેસેલ હતા.
દારુના નશામાં ધુત ઇકો ગાડીના ચાલક બાલભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા એ સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી પુલની રેલીંગ સાથે જોરદાર અથડાઇ અને અટકી ગઇ હતી. આ અકસ્માતમાં ગાડીમાં બેસેલ પર્યટકોમાં એક મહિલા જાગૃતિબેન હરદેવસિંહ જાડેજા (ઉ.વ.44) ને ગંભીર ઇજા થતાં દીવ સરકારી હોસ્પિટલમાં ખસેડેલ જયાં પડખામાં ફેકચર જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે. ચાલક શરાબ પીધેલી હાલતમાં હતો પોલીસે ચાલક ઉપર યુએસ.0279,338,185 કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. કેસની તપાસ જમાદાર કાનજી ભગવાન કરી રહેલ છે.