જૂનાગઢમાં દારૂ ભરેલી કાર અથડાતા વીજપોલ ધરાશાઇ, ચાલક ફરારMay 16, 2019

  • જૂનાગઢમાં દારૂ ભરેલી કાર અથડાતા વીજપોલ ધરાશાઇ, ચાલક ફરાર

જૂનાગઢ તા.16
જૂનાગઢમાં આજે વહેલી પરોઢે રેન્જ સાયબર સ્કોડે એક ફોર વ્હીલનો ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો પકડી પાડયો હોવાનું જાણવા મળેલ છે. જો કે પોલીસને જોઇને નાકેલી કારે જોશીપુરામાં એક વીજ પોલ સાથે અથડાઇ જતા પોલ ધરાશાયી થયો હતો. જ્યારે કારમાં ભારે નુકસાન થયું હતું.
જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં આવેલ નંદનવન રોડ ઉપર આજે રેન્જ સાયબર સ્કોડે જીજે1એચજી-9153 નંબરની એસન્ટ કારમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો અને એક શખ્સને પકડી પણ પાડયો હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ સાયબર સ્કોડ આજે વહેલી સવારે પેટ્રોલીંગમાં હતી ત્યારે એક એસન્ટ કાર પસાર થઇ રહી હતી. તેને રોકવાનો પ્રયત્ન કરતા કારચાલકે તેની કાર મારી મુકી હતી ત્યારે પોલીસે તેનો પીછો કર્યો હતો. જે કાર જોશીપુરાના નંદનવન રોડ ઉપર લઇ જવાઇ હતી. જ્યાં વળાંકમાં કારચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર વીજપોલ સાથે અથડાઇ હતી. ત્યાં જ પોલીસટીમ પહોંચી ગઇ હતી અને એક શખ્સની અટક કરી કારની તલાસી લેતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ બાબતે પોલીસ ફરીયાદ નોંધવાની તજવીજ જારી છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.