વાંકાનેરમાં મામલતદાર કચેરીનાં કર્મી પર ખનન માફિયાનો હુમલોMay 16, 2019

વાંકાનેર તા. 16
વાંકાનેર મામલતદાર ઓફિસના સર્કલ ઓફિસર કુમારપાલસીંહ રણજીતસીંહ ઝાલા માટેલ વિરપર ગ્રામ પંચાયતમાં સરકારી કામ સબબ ગયેલ ત્યારે માટેલ અને વીરપરની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી રહેલા મુન્નાભાઈ ઝાલા, દિલીપસિંહ ઝાલા અને અન્ય એક અજાણ્યા ઇસમને ખનન ચોરી અટકાવતાં અને કાયદેસર કાર્યવાહી કરવા જતાં આ કામના આરોપીઓએ એક સંપ કરી સરકારી કર્મચારી પર જાનલેવા હુમલો કરી લાકડીથી માર મારી સરકારી ફરજમાં રૂકાવટ કરી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય વાંકાનેર તાલુકા પોલીસે આઈપીસી કલમ 332, 323, 114 જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ બી.ડી. પરમાર ચલાવી રહ્યા છે