ધ્રાંગધ્રાનાં રાજપર ગામે આવેલી ભઠ્ઠીઓ પર અંતે પોલીસ ત્રાટકી બુટલેગરો નાશી છુટયાMay 16, 2019

  • ધ્રાંગધ્રાનાં રાજપર ગામે આવેલી ભઠ્ઠીઓ પર અંતે પોલીસ ત્રાટકી બુટલેગરો નાશી છુટયા

ધ્રાંગધ્રા તા.16
ધ્રાગધ્રા ડીવાયએસપી સ્ક્વોડ તથા તાલુકા પોલીસ દ્વારા રાજપર ગામે દેશીદારુની ભઠ્ઠી પર બે જુદા-જુદા સ્થળે દરોડા પાડતા બુટલેગરોમાં ભાગદોડ મચી હતી
ગઇકાલે ધ્રાગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા દ્વારા પોતાના સ્ક્વોડઁને સુચના આપી રાજપર ગામે ચાલતી દેશીદારુની ભઠ્ઠીઓ પર કાયદેસર કાયઁવાહી કરવા આદેશ કરતા સ્ક્વોડઁ રાજપર ગામે જઇ દેશીદારુ બનાવવાનુ મિની કારખાનુ ઝડપી પાડ્યુ હતુ જેમા દિવસ-રાત ધીધકતી ભઠ્ઠી પર અચાનક પોલીસ દ્વારા દરોડો કરતા ભઠ્ઠી ચલાવનાર બુટલેગર (1) મુન્નો ઉફેઁ મુનશી અવસરભાઇ ઠાકોર, (2) લવજી બબાભાઇ ઠાકોર, (3) દિલીપ રામસંગભાઇ ઠાકોર રહે:- તમામ રાજપરવાળા સ્થળેથી નાશી છુટ્યા હતા જ્યારે પોલીસે 1150 લિટર દેશીદારુ બનાવવાનો આથો કિમત રુપિયા 2300, દેશીદારુ લીટર 20 કિમત રુપિયા 400, એક મોટર સાઇકલ કિમત રુપિયા 20000, તથા તમામ સાધનો મળી કુલ 24400નો મુદ્દામાલ ઝડપી પાડી ભાગી છુટેલા તમામ ત્રણેય શખ્સો પર કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી.
આ તરફ તાલુકા પોલીસના એ.એસ.આઇ મગનલાલ સોલંકી દિલીપભાઇ રબારી સહિતનાઓ દ્વારા પણ રાજપર ગામે દરોડો કરવામા આવ્યો હતો જેમા રાજપર ગામના ડેમ વિસ્તારમા છેલ્લા કેટલાક સમયથી ચાલતી દેશીદારુની ભઠ્ઠી પર દરોડો કરી તાલુકા પોલીસે દેશીદારુ બનાવવાનો આથો લીટર 350 કિમત રુપિયા 700 તથા ભઠ્ઠીના સાધનો રુપિયા 500 એમ કુલ મળી 1200ની કિમતનો મુદ્દામાલ ઝડપી પાડી ફરાર શખ્સ રણજીત વિરજીભાઇ કોળી વિરુધ્ધ પ્રોહીબીસન એક્ટ મુજબ ગૃન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.